ગામડાના લોકોની અજાયબી! પોતાનું જ રોકેટ લોન્ચ કરી દીધું, લોકો આશ્ચર્યચકિત; જૂઓ વીડિયો
- રોકેટ લોન્ચિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
HD ન્યૂઝ ડેસ્ક, 14 સપ્ટેબર: હવે શહેર અને ગામડામાં બહુ ફરક રહ્યો નથી. લોકો ગમે ત્યાં હોય, તેમને સારું શિક્ષણ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. ઈન્ટરનેટે આ તફાવત દૂર કર્યો છે. આ સુવિધાના કારણે આજે ગામના લોકોને વધુ સારી રીતે અભ્યાસ કરવાની તક મળી રહી છે અને લોકો તેનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. હવે જુઓ આ વીડિયો જેમાં ગામના લોકોએ અજાયબી કરી બતાવી છે. લોકોએ રોકેટ સાયન્સનો અભ્યાસ કર્યો અને પોતાના રોકેટ લોન્ચ કર્યું. વીડિયો ક્યારે અને ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ શકતી નથી પરંતુ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં કેટલાક લોકોએ આ વીડિયોને થાઈલેન્ડનો હોવાનું જણાવ્યું છે. ગામના લોકોએ પોતાનું આ રોકેટ ચલાવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જૂઓ અહીં વીડિયો
View this post on Instagram
ગ્રામજનોએ રોકેટ છોડ્યું
વીડિયોમાં જોઈ શકીએ છીએ કે, એક ગામમાં કેટલાક લોકો એક જગ્યાએ એકઠા થયા છે. જ્યાં યોગ્ય રોકેટ લોન્ચર પણ બનાવવામાં આવ્યું છે. એક ક્ષણે, રોકેટ લોન્ચ થવાનું શરૂ થાય છે અને બીજી જ ક્ષણે રોકેટ લોન્ચ થઈ જાય છે અને ધુમાડાના ગોટેગોટા છોડીને તે ગડગડાટ કરતું અવકાશમાં ઊડી જાય છે. લોકો કૂદકો મારીને પોતાની ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે. કેમેરો રોકેટ પર લાંબા સમય સુધી સ્થિર રહે છે અને તે અવકાશમાં જતું જોવા મળે છે.
લોકોએ ગ્રામજનો વિજ્ઞાનીઓ ગણાવ્યા
વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @17rumesh નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 19 લાખ લોકોએ આ વીડિયોને જોયો છે અને લગભગ 1.5 લાખ લોકોએ તેને પસંદ કર્યો છે. આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. ટિપ્પણી કરતી વખતે, એક યુઝરે લખ્યું કે, “જો આ વીડિયો સ્પેસ એજન્સીઓના ધ્યાન પર આવશે, તો તેઓ આ ગ્રામજનોને નોકરી આપી દેશે.” બીજાએ લખ્યું કે, નાસા-ઇસરો બધા તેમની સામે ફેલ છે.” ત્રીજાએ લખ્યું કે, “પાકિસ્તાનની સ્પેસ એજન્સી કરતાં તો સારું છે.” તે જ સમયે, ઘણા લોકોએ તેને રોકેટની જગ્યાએ મિસાઈલ ગણાવી હતી.
આ પણ જૂઓ: પૃથ્વીથી 400 કિમી દૂર અંતરિક્ષમાંથી સુનિતા વિલિયમ્સની પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કહ્યું?