VIDEO/ મિકેનિક પંચર બનાવી રહ્યો હતો, અચાનક ટાયર ફાટ્યું અને ઉડવા લાગ્યો હવામાં, જાણો પછી શું થયું?


કર્ણાટક, 23 ડિસેમ્બર: કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક દુર્ઘટના ઘટી જેનાથી લોકો સ્તબ્ધ થઈ ગયા. વાસ્તવમાં એક મિકેનિક સ્કૂલ બસનું પંચર થયેલું ટાયર રિપેર કરી રહ્યો હતો. આ દરમિયાન બસનું ટાયર ફાટી ગયું હતું. જેના કારણે નજીકમાં ઉભેલા મિકેનિકને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટના ઉડુપીના કોટેશ્વર નેશનલ હાઈવે 66 પાસેની છે. આ ઘટનાનો વીડિયો નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટાયર ફાટતાં જ મિકેનિક ઉડી ગયો હતો
મળતી માહિતી મુજબ, આ ઘટના 21 ડિસેમ્બરની હોવાનું કહેવાય છે. જ્યારે અબ્દુલ રાજીદ નામનો 19 વર્ષીય મિકેનિક ખાનગી સ્કૂલ બસના ટાયરમાં પંચર ફિક્સ કરી રહ્યો હતો. પંચર ઠીક કર્યા બાદ અબ્દુલે ટાયરમાં હવા ભરવાનું શરૂ કર્યું. તે ટાયરમાં હવા ભરીને ઉભો થયો કે તરત જ ટાયર અચાનક બોમ્બની જેમ ફાટ્યું. ટાયર ફાટવાથી થયેલો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે અબ્દુલ ઉડી ગયો અને કેટલાય ફૂટ કૂદીને નીચે પડી ગયો. આ અકસ્માતમાં અબ્દુલ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના હાથનું હાડકું તૂટી ગયું હતું. હાલ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ યોજનામાં મળશે FD કરતાં વધુ વ્યાજ, માત્ર બે વર્ષમાં થશે બમ્પર કમાણી, જાણો કેવી રીતે, ક્યારે અને કોને લાભ મળી શકે છે
कर्नाटक के उडुपी जिले में पंक्चर बना रहा था मेकैनिक, अचानक फट गया टायर#KARNATAKA #UDUPI #TYRE #BURST pic.twitter.com/dememXtH9n
— mishikasingh (@mishika_singh) December 23, 2024
આ પણ વાંચો : લો બોલો! સની લિયોન છત્તીસગઢમાં મહતારી વંદન યોજનામાંથી લઈ રહી છે પૈસા !
માતાપિતાની સંપત્તિમાં દીકરાને કયારે નથી મળતો અધિકાર? આવો જાણીએ નિયમ
પાંચ દિવસમાં આટલું સસ્તું થયું સોનુ, હવે આ છે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ
નવા વર્ષમાં 5000 રૂપિયાની નોટ જારી થશે! જાણો RBIએ શું કહ્યું?
મફત અનાજ વિતરણ માટે રેશનકાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, આ તારીખથી થશે લાગુ
Home Loan/ પ્રોપર્ટીના દસ્તાવેજો ગીરો રાખ્યા વગર મળશે હોમ લોન, જાણો સરકાર કઈ સ્કીમ લાવી રહી છે
BCCI આ દિવસે જય શાહના ઉત્તરાધિકારી નક્કી કરશે; સેક્રેટરી અને ટ્રેઝરર પદ માટે થશે ચૂંટણી
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw