ટોપ ન્યૂઝનેશનલ

અમરનાથ યાત્રિકોની સુરક્ષા માટે ડ્રોન કેમેરાથી નજર રખાશે, અર્ધસૈનિક દળોના 10,000 જવાનો પણ તૈનાત કરાશે

Text To Speech

કોરોનામાંથી રાહત મળ્યા બાદ અંતે બે વર્ષ બાદ અમરનાથ યાત્રા યોજાશે. ત્યારે અમરનાથ યાત્રિકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. બે વર્ષ બાદ શરૂ થવા જઇ રહેલી અમરનાથ યાત્રા માટે શુક્રવારે સુરક્ષા સંબંધી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા મીટિંગમાં નિર્ણય કરાયો હતો કે યાત્રામાં ઓછામાં ઓછા 12,000 અર્ધસૈનિક દળ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સેંકડો જવાન ડ્રૉન કેમેરાની મદદથી અમરનાથ યાત્રાની સુરક્ષા કરશે.

સુરક્ષાની સમીક્ષા
અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ સચિવે અર્ધસૈનિક દળો અને જમ્મ-કાશ્મીર તંત્રના ઉચ્ચ અધિકારીઓની સાથે અમરનાથ યાત્રા માટે સુરક્ષા સંબંધી તૈયારીઓની સમીક્ષા કરી. તેમને બતાવ્યુ કે પહેલગામ અને બાલટાન યાત્રા માર્ગોમાં જમ્મુ-કાશ્મીર પોલીસ ઉપરાંત અર્ધસૈનિક દળોના 10,000 જવાનો તૈનાત કરવામાં આવે તેવી સંભાવાના છે

30 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઇ રહી છે. આ યાત્રા વર્ષ 2021 અને 2020માં કોરોના વાયરસના કારણે ન હતી થઇ શકી. વર્ષ 2019માં બંધારણની અનુચ્છેદ 370ની મોટાભાગની જોગાવાઇઓ ખતમ કર્યા પહેલા આ યાત્રાને નક્કી સમયથી પહેલા ખતમ કરી દેવામાં આવી હતી. ત્યારે આ વર્ષે  બર્ફાની બાબાના દર્શન માટે લગભગ ત્રણ લાખ શ્રદ્ધાળુઓ સામેલ થશે. અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે.

Back to top button