ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

યાત્રાધામ ડાકોરમાં આજથી લોકમેળાનો પ્રારંભ, ભકતોનું મહેરામણ ઉમટશે

  • ભગવાનને વિશેષ શ્વેત વાઘા અને આભૂષણોનો શણગાર કરવામાં આવશે
  • મંદિરમાંથી સુવર્ણ પાલખીમાં ભગવાનની વાજતે ગાજતે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે
  • ભકતો અબલી ગુલાલ સહિત વિવિધ રંગોની છોળ ઉડાડીને ભગવાન સાથે હોળી રમશે

યાત્રાધામ ડાકોરમાં એકાદશીથી લોકમેળાનો પ્રારંભ થયો છે. આજે આમલકી એકાદશી પર્વ નિમિત્તે શ્રીજીની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળશે. આજથી મંદિરની પરંપરા મુજબ ફાગણી પૂનમ મેળાનો પ્રારંભ થશે. શોભાયાત્રામાં ભકતો અબીલ ગુલાલની છોળ ઉડાડીને નાચગાન કરીને ભકિતના રંગમાં રંગાઇ ગયા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે, જાણો હવામાન વિભાગે કયા શહેરમાં કરી હિટવેવની આગાહી

સમગ્ર નગર રણછોડમય બની જશે

યાત્રાધામ ડાકોરમાં આમલકી એકાદશી પર્વ નિમિત્તે ભકતોનો મહેરામણ ઉમટી પડી છે. આ દિવસથી ફાગણી પૂનમ મેળાનો પ્રારંભ થશે મંદિરની પરંપરા મુજબ સાંજે ઉત્થાપન આરતી બાદ મંદિરમાંથી સુવર્ણ પાલખીમાં ભગવાનની વાજતે ગાજતે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં ભકતો અબીલ ગુલાલની છોળ ઉડાડીને નાચગાન કરીને ભકિતના રંગમાં રંગાઇ જશે. મોડીસાંજ નગરના લાલબાગમાં ભગવાન સાથે અબીલ ગુલાલ સહિત વિવિધ રંગોથી ભકતો હોળી ખેલીને ધન્યતા અનુભવશે. યાત્રાધામ ભકતોના જય રણછોડના નાદથી સતત ગુંજતું રહેશે. સમગ્ર નગર રણછોડમય બની જશે.

ભગવાનને વિશેષ શ્વેત વાઘા અને આભૂષણોનો શણગાર કરવામાં આવશે

યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં આમલકી એકાદશી પર્વ આસ્થાભેર ઉજવાશે. આ દિવ્ય પ્રસંગે ભગવાનને વિશેષ શ્વેત વાઘા અને આભૂષણોનો શણગાર કરવામાં આવશે. એકાદશી પર્વ નિમિતે સાંજે ઉત્થાપન આરતી બાદ નિજ મંદિરમાંથી શ્રીજીના બાળસ્વરૂપ ગોપાલલાલજી મહારાજની સુશોભિત કરાયેલી સુવર્ણ પાલખી પર ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. ભગવાન ગોપાલ લાલજી મહારાજ વસંતઋતુને નિહાળાશે. આ શોભાયાત્રા મંદિરમાંથી વાજતે ગાજતે નીકળીને કંકુ દરવાજા થઇ ગૌશાળા થઇને શોભાયાત્રા સાંજે 6.30 વાગ્યાના અરસામાં લાલબાગ ખાતે પહોંચશે. જયાં ભગવાન ગોપાલલાલજી મહારાજની આરતી અને ભોગ ધરાવવામાં આવશે. તેમજ ભકતો અબલી ગુલાલ સહિત વિવિધ રંગોની છોળ ઉડાડીને ભગવાન સાથે હોળી રમ્યાનો ભાવ પ્રગટ સાથે આનંદ માણીને ધન્યતા અનુભવશે. ત્યાંથી આ શોભાયાત્રા વિવિધ માર્ગો પર થઇને લક્ષ્મીજી મંદિરે જશે. ત્યાંથી શોભાયાત્રા મોડી સાંજે નિજ મંદિરમાં આવશે.

Back to top button