AM/NS પ્રથમ સ્ટીલ સ્લેગ રોડના નિર્માણ માટે પ્રતિષ્ઠીત ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન મળ્યું
આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા) ને દેશના પ્રથમ સ્ટીલ સ્લેગ રોડના નિર્માણ બદલ પ્રતિષ્ઠીત ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસની અધિકૃત નોંધમાં જણાવવામાં આવ્યું છે કે, CSIR-સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ અને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા પ્રથમ સ્ટીલ સ્લેગ રોડના નિર્માણ બદલ આ રોડને રેકોર્ડ બુકમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સ્ટીલ સ્લેગ રોડના લેયર્સ એટલે કે સબગ્રેડ, ગ્રેન્યુલર સબ-બેઝ, બેઝ કોર્સ, બાઈન્ડર એન્ડ વિયરીંગ કોર્સની સાથે સાથે મેડીયન અને શોલ્ડર્સ સાથે 1 લાખ ટનના 100 ટકા પ્રોસેસ્ડ ઈલેક્ટ્રીક આર્ટ ફર્નેસ સ્ટીલ સ્લેગ એગ્રીગેટસ માંથી નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટીલ ઉત્પાદનની પ્રાથમિક પ્રક્રિયા દરમ્યાન પેટા પેદાશ તરીકે પ્રાપ્ત થતો સ્ટીલ સ્લેગ નેચરલ એગ્રીગેટસના પર્યાવરણલક્ષી અને કરકસરયુક્ત વિકલ્પ તરીકે જાણીતો છે અને તે માર્ગ નિર્માણમાં વપરાશમાં લેવાતા નેચરલ એગ્રીગેટસને બદલે ઉપયોગમાં લઈ શકાય છે. AM/NS ઈન્ડિયાના હજીરા ખાતેના સ્ટીલ ઉત્પાદન એકમમાં દર વર્ષે આશરે 2 મિલિયન ટન સ્ટીલ સ્લેગનું ઉત્પાદન થાય છે.
AM/NS ઈન્ડિયાએ CSIR-સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના વરિષ્ઠ વૈજ્ઞાનિકોના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ હજીરામાં સૌ પ્રથમ વખત સંપૂર્ણપણે સ્ટીલ સ્લેગના બનેલા રોડનું નિર્માણ કર્યું છે. આ 1.2 કી.મી.નો રોડ ગયા વર્ષે મે મહિનામાં ટ્રાફિક માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ રોડ 100 ટકા પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ એગ્રીગેટસ મારફતે તૈયાર કરાયેલો દેશનો સૌ પ્રથમ રોડ છે. આ રોડના બાંધકામમાં આશરે 1 લાખ ટન સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દૈનિક 1200 કરતાં વધુ હેવી વ્હિકલ્સ આ રોડ પરથી પસાર થાય છે અને નેચર એગ્રીગેટ્સ મારફતે થયેલા હાઈવેના નિર્માણ જેટલી જ પરિવહનની ગુણવત્તા આ રોડ પૂરી પાડે છે.
AM/NS ઈન્ડિયાના હ્યુમન રિસોર્સીસ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશન વિભાગના હેડ ડો. અનિલ મટૂ જણાવે છે, AM/NS ઈન્ડિયા માર્ગ બાંધકામમાં નેચરલ એગ્રીગેટ્સનો વિકલ્પ વિકસાવવા બદલ ગૌરવ અનુભવે છે અને સ્લેગનો ઉપયોગ કરીને કેવા માર્ગનું નિર્માણ થઈ શકે છે તે અંગે ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડઝ તરફથી સન્માન પ્રાપ્ત થવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. અમને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં સ્ટીલ સ્લેગ માર્ગ બાંધકામ માટેનો લોકપ્રિય કાચો માલ બની રહેશે.