ટ્રેન્ડિંગમનોરંજન

શું આ કારણે અલી ગોની અને નતાશાનો સંબંધ તૂટ્યો, અભિનેતાએ આપી હિંટ

Text To Speech

મુંબઈ – 28 ઑગસ્ટ : બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ છૂટાછેડા લઈ લીધા છે. ત્યારે હવે તેમના અલગ થવા વચ્ચે નતાશાના પૂર્વ બોયફ્રેન્ડ અને અભિનેતા અલી ગોનીને તેમના બ્રેકઅપનું દુખ યાદ આવી ગયુ છે. તાજેતરમાં તેણે પોતાના નતાશા સાથેના બ્રેકાપનું કારણ જણાવ્યું હતું.

અલી અને નતાશા રિલેશનશિપમાં હતા

એક સમયે અલી અને નતાશા સિરિયસ રિલેશનશિપમાં હતા. બંનેએ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 9’માં ભાગ લીધો હતો. ત્યારબાદ અચાનક બંનેનું બ્રેકઅપ થઈ ગયું જેનાથી તેમના ફેન્સને શોક પણ લાગ્યો હતો. હવે ઘણા વર્ષો પછી અલી ગોનીએ અભિનેત્રી સાથેના બ્રેકઅપનું કારણ જાહેર કર્યું છે.

અલીએ જણાવ્યું બ્રેકઅપનું કારણ

તાજેતરમાં અલી ગોની ભારતી સિંહ તથા હર્ષ લિમ્બાચિયાના પોડકાસ્ટ પર દેખાયો હતો, જ્યાં તેણે ઘણી બધી બાબતો શેર કરી હતી. આ દરમિયાન તેણે પોતાના અને નતાશાના બ્રેકઅપ વિશે પણ વાત કરી હતી. અલીએ સીધું નતાશાનું નામ લીધું ન હતું, પરંતુ અલીએ કહ્યું કે, ‘અગાઉ હું સિરિયસ રિલેશનશિપમાં હતો. પરંતુ મારી પાર્ટનર એવું ઇચ્છતી હતી કે જયારે અમે લગ્ન કરીએ ત્યારે આપણે પરિવારથી અલગ રહીશું. હું તેની આ વાત સાથે સહમત ન હતો. હું મારા પરિવાર સાથે દિલથી જોડાયેલો છું અને તેમનાથી દૂર રહેવાનું ક્યારેય વિચારી પણ શકતો નથી.’

જાસ્મીન ભસીનને કરી રહ્યો છે ડેટ

અલીએ વધુમાં કહ્યું કે ‘મારી યોજનાો સ્પષ્ટ હતી કે હું જ્યાં પણ રહીશ કે જ્યાં પણ જઈશ ત્યાં હંમેશા મારા પરિવારને મારી સાથે લઈ જઈશ. હું મારા પરિવારથી અલગ રહી જ નથી શકતો. પછી ભલે કંઈ પણ થઈ જાય પણ હું મારા પરિવારને છોડી શકતો નથી.’

અત્યારે અલી ગોની ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીનને ડેટ કરી રહ્યો છે. બંનેની લવ સ્ટોરી ‘બિગ બોસ 14’થી જ શરૂ થઈ હતી. હવે ફેન્સપણ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 આ પણ વાંચો : પાચન સુધારવા સાથે આ પણ ફાયદો આપશે અજમો

Back to top button