લાઈફસ્ટાઈલહેલ્થ

ખુશ રહેવા માટે હંમેશા સ્વસ્થ રહો

જ્યારે બાળક જન્મે ત્યારે માતા સુનિશ્ર્ચિત કરે છે કે તેના બાળકને તમામ આવશ્યક રસીઓ તેને બીમારીઓથી બચાવવા માટે મૂકાવવામાં આવે. જો કે, પોતાના આરોગ્યની વાત આવે છે ત્યારે, તેને તેના પરિવારજનોએ વધુ કાળજી રાખવા માટે સમજાવવી જોઈએ. આપણે અહીં એવા કેટલાક આવશ્યક મહિલાઓ માટેના મેડિકલ ટેસ્ટ જોઈએ જે 20 વર્ષની વયથી જ કરાવવા જોઈએ અને તે સ્વસ્થ જીવન માટે લાંબા સમય સુધી ચોક્કસ સમયગાળામાં કરાવતા રહેવું જોઈએ.

20 અને 30 વર્ષની વય : 20થી 30 વર્ષની વયમાં લગ્ન અને પ્રેગનન્સી જેવી જીવનની અનેક ઘટનાઓ હાવિ રહેતી હોય છે. યુવતીઓએ તેમની 20 વર્ષની વયમાં ચોક્કસપણે આ હેલ્થ ચેકઅપ કરાવવા જોઈએ.

એચપીવી રસીઓ : સર્વાઈકલ કેન્સર મહિલાની સેક્સ્યુઅલ જીવનશૈલી અને એવા અન્ય પરિબળો જેમકે અયોગ્ય સેક્સ્યુઅલ હાઈજીન, મલ્ટીપલ સેક્સ પાર્ટનર્સ, દારૂ પીવો, દવાઓ અને ધુમ્રપાન સાથે સંકળાયેલ છે. 25-30 વર્ષની વયની યુવતીઓએ પેપ સ્મીયર ટેસ્ટ (જો તેઓ સેક્સ્યુઅલી એક્ટિવ હોય) દર બે-ત્રણ વર્ષે કરાવવો જોઈએ. આ ટેસ્ટ રોગનું નિદાન પ્રી-ઈનહેસિવ તબક્કામાં કરે છે જેમાં સારવાર ઓછી હોય છે અને સારવારના પરિણામો 100 ટકા અસરકારક નીવડી શકે છે. એચપીવી રસીઓ પણ 9-26 વર્ષની વયની બાળકીઓ-યુવતીઓને તેઓ સેક્સ્યુઅલી એક્ટિવ થાય એ પહેલા આપી શકાય છે, જેથી સર્વાઈકલ કેન્સરને રોકી શકાય.તે સેક્સ્યુઅલ એક્ટિવિટીઝના પ્રારંભ પછી 40 વર્ષની વય સુધી કરી શકાય છે પણ તેના લાભ મર્યાદિત હોય છે.

થેલેસેમિયા માટે સ્ક્રીનિંગ: બે વ્યક્તિઓ વચ્ચે લગ્ન થાય ત્યારે જો બંને થેલેસેમિયા માઈનોર ધરાવતા હોય તો તેઓ પર ખાસ લક્ષ આપવું જોઈએ, ખાસ કરીને તેઓ ફેમિલી પ્લાનિંગ કરે. કેમકે આવા યુગલો એવા બાળકને પેદા કરી શકે છે જેને થેલેસેમિયા મેજર હોય. નિયમિત ચેક અપ્સથી સ્થિતિની જાણકારી મેળવી શકાય છે અને જો બાળક થેલેસેમિયા મેજર ધરાવતું હોય તો પ્રેગનન્સી સલાહભરી નથી.

આરએચ ફેક્ટર: આજે યુવતીઓ લગ્ન અગાઉ સેક્સ્યુઅલી એક્ટીવ થઈ જતી હોય છે અને ગર્ભપાતની સ્થિતિ હોય તો તેમણે ભવિષ્યમાં સગર્ભાવસ્થા ધારણ કરવા અંગેના કેટલાક પરિબળો ચોક્કસપણે ધ્યાનમાં લેવા જોઈએ. આરએચ નેગેટિવ મહિલાઓ કે જેઓ ગર્ભપાત કરાવે છે તેઓમાં ભવિષ્યમાં ગર્ભાવસ્થા ધારણ કરવામાં મુશ્કેલી પડતી હોવાનું જોવા મળ્યું છે. આવા કેસોમાં કેટલીક તબીબી સારવારની સલાહ તેઓ માતૃત્વ ધારણ કરે એ પહેલા અપાતી હોય છે.

30 અને 40 વર્ષની વય : ઘાતક રોગો, પ્રારંભિકપણે હોર્મોન્સ સાથે સંકળાયેલા હોય છે તે મહિલાઓ માટે 30 વર્ષની વયે ચિંતાજનક નીવડી શકે છે. ચેક અપ્સ કે જે તમારે ચોક્કસપણે કરાવવા જોઈએ તે નીચે મુજબ છે.

સ્તન કેન્સર: આમાં ત્રણ તબક્કાનું વિષ્લેષણ સામેલ છે. સામાન્ય સ્તનની જાતે જ તપાસ કરવી કે સ્તનમાં કોઈ ગાંઠ, નીપલ્સમાંથી કોઈ પ્રવાહી નીકળતું હોય કે સ્તનની ત્વચામાં ફેરફાર હોય તો જાણી શકાય, જો કોઈ ફેરફાર લાગે તો તાત્કાલિક તેના પર લક્ષ આપવું જોઈએ. 35 વર્ષની વય પછી ક્લિનીકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન ગાયનેકોલોજિસ્ટ પાસે વર્ષે એકવાર કરાવવું અગત્યનું છે. દર બેથી ત્રણ વર્ષોમાં એકવાર 35થી 50 વર્ષની મહિલાઓએ મેમોગ્રાફી કરાવવી જોઈએ. જો કે કેન્સર માટે જનીનો કારણભૂત હોય છે તેથી કેન્સરનો ફેમિલી હિસ્ટ્રી ધરાવતી મહિલાઓએ 30 વર્ષની વયથી જ મેમોગ્રાફી કરાવવી જોઈએ.

પેલ્વિક સોનોગ્રાફી: પેલ્વિક સોનોગ્રાફી અને ક્લિનીકલ પરીક્ષણ દર બે થી ત્રણ વર્ષમાં એક વાર દૃઢતાથી સવારે જાગવું અને રાત્રે સંતુષ્ટિ સાથે ઊંઘ કરવી એ દરેક મહિલાનો આરોગ્ય મંત્ર હોવો જોઈએ. અહીં તમામ વય જૂથની મહિલાઓ માટે ચોક્કસપણે કરવા જેવા ટેસ્ટની યાદી આપવામાં આવી છે. જેથી કોઈ ઓવેરિયન માસનો વિકાસ થયો હોય તો તેનું નિદાન કરી શકાય, જે ઓવેરિયન અને એન્ડોમેટ્રીઅલ કેન્સરનો વહેલો સંકેત પણ હોઈ શકે છે. 35 વર્ષથી વધુ વયની મહિલાઓએ ચોક્કસપણે આ પરીક્ષણ કરાવવું જોઈએ. આ વયજૂથની મહિલાઓએ ચોક્કસપણે પેપ સ્મીયર સ્ક્રીનીંગ કરાવતા રહેવું જોઈએ.

40 થી 50 વર્ષની વય : મહિલાઓની વય વધે એમ કેટલીક વધારાની ચિંતાઓમાં ઉમેરો થતો હોય છે. તે મોટાભાગે ડિજનરેશન સાથે સંલગ્ન હોય છે. નીચેના હેલ્થ ચેકઅપ્સ સ્વસ્થ જીવન જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે.

હાડકાંનું સ્વાસ્થ્ય: 40 વર્ષ પછી મહિલાઓમાં એસ્ટ્રોજનનું સ્તર ઘટતું હોવાથી તેઓને કેટલીક આરોગ્ય સમસ્યાઓ સર્જાતી હોય છે. જેમાં ઓસ્ટિયોપોરોસિસની શક્યતાઓ વધે છે અને તેના પરિણામે ફ્રેકચર, આર્થરાઈટિસ અને અંગોમાં અન્ય વિકૃતિ આવી શકે છે. નિયમિત કેલ્શિયમ ડોઝીસથી હાડકાંનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ મળે છે અને તે 40 વર્ષ પછી ચોક્કસપણે, ફિઝિશિયનના માર્ગદર્શન પ્રમાણે લેવા જોઈએ.

મેટાબોલિક ડિસઓર્ડર્સ: મેટાબોલિક ડિસઓર્ડર્સ: થાઈરોઈડ ડિસઓર્ડર્સ અને ડાયાબિટીસ જેવા રોગો મોટાભાગે 40 વર્ષની વય પછી શરૂ થતા હોય છે. બીમારીઓને દૂર રાખવા માટે અવગણનાનું વલણ દૂર કરવું જોઈએ અને નિયમિત ચેક અપ્સ કરાવવું જોઈએ.

Back to top button