એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલ

અલવરની પ્રાચી બની રાજસ્થાનની ટોપર, દરેક વિષયમાં મેળવ્યા 100માંથી 100 માર્કસ, હવે શું છે સપનું?

  • રાજસ્થાન બોર્ડમાં પહેલી વખત કોઈ વિદ્યાર્થીએ મેળવ્યા બઘા જ વિષયમાં 100માંથી 100 માર્કસ

અલવર, 20 મે: રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અજમેર 12મા કોમર્સ સાયન્સ એન્ડ આર્ટસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અલવર ખૈરથલના બિવિરાની પાસેના એકરોટિયા ગામની વિદ્યાર્થિની પ્રાચી સોનીએ તમામ રેકોર્ડ તોડી રાજસ્થાનમાં ટોપ કર્યું છે. પ્રાચીએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. પ્રાચીએ તમામ વિષયોમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા છે. અલવરના વિદ્યાર્થિનીએ આ ઈતિહાસ રચ્યો છે.

મીડિયા સાથે વાત કરતા પ્રાચીએ કહ્યું કે સફળતાનો શ્રેય શિક્ષકો અને પરિવારના સભ્યોને જાય છે. કેમ કે તેમણે મને રોજ હિમ્મત આપી છે કે હું કંઈ પણ કરી શકું છું. પ્રાચીએ કહ્યું કે અગાઉ મેં માત્ર ટીવી પર જોયું હતું કે એક વિદ્યાર્થીએ 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે અને તે રાજસ્થાનમાં ટોપ કરી રહ્યો છે. ત્યારથી મેં પણ નક્કી કર્યું કે હું પણ ટોપ કરીશ અને તે પછી મને આત્મવિશ્વાસ મળ્યો અને લાગ્યું કે હું પણ ટોપ કરી શકું છું. પ્રાચીએ કહ્યું કે અભ્યાસ તો કરવો જ હતો પરંતુ આમાં સૌથી મહત્ત્વની બાબત એ માર્ગદર્શન છે જે મારા શિક્ષકોએ મને આપ્યું હતું. તેમણે મને અભ્યાસની સાથે સાથે મારી શંકાઓને દૂર કરવામાં પણ મદદ કરી હતી. મને ખબર હતી કે મારે સારા માર્ક્સ આવશે અને હું ટોપ કરીશ. પરંતુ મને ખબર ન હતી કે મને બધા વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મળશે.

અલવરની પ્રાચીને બનવું છે IAS

પ્રાચીએ કહ્યું કે તે IAS બનવા માંગે છે. તેના પિતાનું નામ નરેન્દ્રકુમાર સોની અને માતાનું નામ બેબી છે. પ્રાચી એક્સિસ એકેડમી સિનિયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિની છે. તેણીએ કહ્યું કે તે દરરોજ 5 થી 6 કલાક અભ્યાસ કરતી હતી અને શરૂઆતથી તેણીએ ક્યારેય અભ્યાસ કરવાનું બંધ કર્યું નથી કે અભ્યાસ સિવાય અન્ય કોઈ બાબતને પ્રાથમિકતા આપી નથી. પ્રાચી કહે છે કે હું હંમેશા અભ્યાસ પર ધ્યાન આપતી હતી. પ્રાચીની માતા ગૃહિણી છે. જ્યારે પિતા બેંકમાં નોકરી કરે છે. પ્રાચીએ અન્ય યુવાનો અને વિદ્યાર્થીઓને સંદેશ આપતાં કહ્યું કે, ‘જેઓ સતત અભ્યાસ કરે છે, તેમ છતાં સારા માર્કસ નથી મેળવી શકતા, તે તમામે તેમના શિક્ષકોની મદદ લેવી જોઈએ. તેમનું માર્ગદર્શન લેવાથી જ સફળતા મળે છે. શિક્ષક શું કહે છે તે સાંભળવું મહત્વપૂર્ણ છે અને તેને અનુસરીને જ તમે જીવનમાં સફળતા મેળવી શકો છો.’

શાળા અને પરિવારમાં ઉત્સવનો માહોલ

પ્રાચીના પિતાએ કહ્યું કે તેમને તેમની પુત્રી પર ગર્વ છે. દીકરીએ રાજસ્થાનમાં ટોપ કર્યું છે અને તેણીએ તમામ વિષયોમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા છે. રાજસ્થાન બોર્ડમાં કદાચ આ પહેલીવાર કોઈ વિદ્યાર્થીએ આવું કર્યું છે.

શાળામાં મીઠાઈ વેચવામાં આવી

શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને આસપાસના વિસ્તારમાં મીઠાઈ વહેંચી હતી અને શાળામાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની સાથે શિક્ષક પણ ડ્રમ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ સાથે પ્રાચીને બધા માન આપતા. તેમને પાઘડી પહેરાવી અને માળા પહેરાવી અને અભિનંદન પણ પાઠવ્યા હતા.

રાજસ્થાન બોર્ડમાં આવું પ્રથમ વખત બન્યું

વિદ્યાર્થીઓએ CBSE, UP બોર્ડ, MP બોર્ડ અને અન્ય બોર્ડની પરીક્ષાઓમાં ઘણી વખત 100 માંથી 100 માર્કસ મેળવ્યા છે. પરંતુ રાજસ્થાન બોર્ડમાં આ પ્રથમ વખત અલવરની પ્રાચીએ તમામ વિષયોમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા છે. પ્રાચીની માર્કશીટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

Back to top button