પરિણામ ભલે 8 ડિસેમ્બરે આવ્યું પણ ‘હમ દેખેંગે ન્યૂઝે’ ત્રણેય ચૂંટણીનું ભવિષ્ય ભાખ્યું હતું
8 ડિસેમ્બરના ગુજરાત અને હિમાચલ પ્રદેશના વિધાનસભાના પરિણામની જાહેરાત થઈ છે. આ સાથે જ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમત સાથે વિજય મેળવ્યો છે તો કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં જીત મેળવી છે. આ સાથે જ જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટીની તો તેને પણ દિલ્હીના મ્યુનિસ્પિલ કોર્પોરેશનમાં જીત મેળવીને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ તમામ અંગેની માહિતી હમ દેખેંગે ન્યૂઝ દ્વારા પરિણામના એક દિવસ પહેલાં જ તમને આપવામાં આવી હતી.
હમ દેખેંગે ન્યૂઝ દ્વારા 7 ડિસેમ્બરના જ કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ જીતશે અને હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાસે રાજસત્તા જતી રહેશે. તો દિલ્હી (MCD)માં આપ પોતાનું સારું પ્રદર્શન કરી સત્તા મેળવી લેશે. જેના સાથે જ ત્રણેય પક્ષોનું સંતુલન બનશે. જે 8 તારીખે પરિણામ જાહેર થવાની સાથે જ જનાતની મ્હોર પણ લાગી ગઈ છે. દિલ્હી આપ પાસે, ગુજરાત ભાજપ પાસે અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પાસે રહ્યું છે.
દિલ્હીમાં AAP, ગુજરાતમાં BJP અને હિમાચલમાં કોંગ્રેસ કરશે “રાજ”!
Hum Dekhenge News ની 7 ડિસેમ્બરની સ્ટોરીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભાજપ પ્રચંડ રીતે ગુજરાતમાં જીત મેળવશે અને 7મી વખત સત્તા કાયમ રાખશે. તો હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પરિવર્તન લાવીને સત્તા પોતાના હાથમાં મેળવશે. જ્યારે કેન્દ્રીય રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત થઈ છે. જેનાથી ત્રણેય પક્ષને લાભ થયો છે.
ગુજરાતમાં 150 થી વધુ સીટો ભાજપે જીત મેળવી તો હિમાચલમાં કોંગ્રેસે 40 બેઠકો પર જીત મેળવી છે. તો 15 વર્ષ પછી MCD માં ભાજપ પાસેથી સત્તા ગઈ છે અને આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી છે. જેના અંગે Hum Dekhenge News ની 7 ડિસેમ્બરે જ માહિતી આપી હતી અને તેની લિંક પણ અહીં આપી છે.