પાકિસ્તાનનો આજે સ્વતંત્રતા દિવસ : એક જ દિવસે આઝાદી મળવા છતા કેમ ભારતથી એક દિવસ પહેલા કરે છે ઉજવણી?
- પાડોશી દેશ પાકિસ્તાનનો આજે સ્વાતંત્ર દિવસ
- ભારત અને પાકિસ્તાન એક જ દિવસે આઝાદ થયા
ભારતની આઝાદીના એક દિવસ પહેલા વિભાજનના ભાગરૂપે પાકિસ્તાન બન્યું. 14 ઓગસ્ટ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે. ભારત અને પાકિસ્તાનને આઝાદી એક સાથે મળી હતી. આઝાદી પછી પાકિસ્તાને બે વર્ષ સુધી 15 ઓગસ્ટના રોજ જ પોતાનો સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો. પરંતુ તેના પછી 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવતા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર,પાડોશી દેશ પાકિસ્તાનનો આજે સ્વતંત્રતા દિવસ છે. ભારત દર વર્ષે 15 ઓગસ્ટના રોજ આપણો સ્વતંત્રતા દિવસ મનાવે છે. તો ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન દર વર્ષે એક દિવસ પહેલા એટલે કે 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવે છે. જો કે બન્ને દેશો એક જ દિવસે આઝાદ થયા હતા. અંગ્રેજોએ લગભગ 200 વર્ષ સુધી ભારત પર રાજ કર્યુ તે પછી ભારતને આઝાદી મળી છે. તેમ છતાં પાકિસ્તાન 14 ઓગસ્ટના રોજ પોતાનો સ્વાતંત્ર દિવસ મનાવે છે. ત્યારે આ પ્રસંગે પાકિસ્તાનના ચીફ ઓફ સ્ટાફ જનરલ અસીમ મુનીરે લોકોનું સંબોધન કર્યું હતું.
પાકિસ્તાન પહેલા 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવતું હતું
મહત્વનું છે કે,પાકિસ્તાન પહેલા ભારતની જેમ 15 ઓગસ્ટના રોજ જ સ્વતંત્રતા દિવસ મનાવતો હતો. પરંતુ આખરે આવુ કેમ પાકિસ્તાન સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટની જગ્યાએ 14 ઓગસ્ટના રોજ મનાવે છે.ભારતને આઝાદી મળ્યા પછી ભાગલા પડ્યા હતા તેમાં બે વર્ષ સુધી પાકિસ્તાન 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો. પરંતુ જીન્નાના મોત બાદ હવે પાકિસ્તાનમાં 14 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. પાકિસ્તાનને 14 ઓગસ્ટના રોજથી જ એક અલગ રાષ્ટ્ર તરીકે મંજુરી મળી ગઈ હતી. તો 14 ઓગસ્ટ 1947ના રોજ રમજાનનો 27 મો એટલે કે શબ-એ-કદર હતો. ઈસ્લામિક માન્યતા પ્રમાણે તેમના ધાર્મિક ગ્રંથ કુરાનમાં આ રાત્રે ઉતારવામાં આવી હતી. અને ઈસ્લામિક કેલેન્ડર પ્રમાણે આ દિવસને ઘણો પવિત્ર માનવામાં આવે છે. તેના કારણે પાકિસ્તાનીઓ 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવે છે.
ચીન દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે છે
ઉલ્લેખનીય છે કે, ચીન દર વર્ષે 1 ઓક્ટોબરના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે છે. વર્ષ 1949માં 1 ઓક્ટોબરના રોજ થિયાનમેન ચોકમાં સેન્ટ્રલ પીપુલ્સ ગવર્નમેન્ટનું ગઠન થયું હતું. સેન્ટ્રલ પીપુલ્સ ગવર્નમેન્ટની સ્થાપના પહેલા જ થઈ ગઈ હતી, પરંતુ સરકારના ગઠનના દિવસે ચીન તેમના સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે છે. જ્યારે બાંગ્લાદેશ દર વર્ષે 26 માર્ચના રોજ સ્વતંત્રતા દિવસની ઊજવણી કરે છે. વર્ષ 1971માં શેખ મુજીબુર રહમાને આઝાદીની ઘોષણા કરી હતી. આ દેશ પાકિસ્તાનનો હિસ્સો હતો. શેખ મુજીબુર રહમાને ઘોષણા કર્યા બાદ 9 મહિના સુધી આ કટ્ટર સંઘર્ષ ચાલ્યો હતો. આ લડાઈમાં બાંગ્લદેશને ભારત તરફથી સૈન્ય સહયોગ આપવામાં આવ્યો હતો. અંતમાં 26 માર્ચ 1971ના રોજ બાંગ્લાદેશે આઝાદી મેળવી હતી.
આ પણ વાંચો : ગૃહ પ્રધાન અમિત શાહે કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે મૂરિંગ પ્લેસનો શિલાન્યાસ કર્યો, હવે વધશે સુરક્ષા