ઐશ્વર્યાએ ના પાડી, છતાં અભિષેક પાપા મમ્મી સાથે પહોંચી ગયો હતો પ્રેમિકાના ઘરે!
- ઐશ્વર્યાએ જણાવ્યું કે તેના અને અભિષેકના રોકા ખૂબ જ ઉતાવળમાં થયા હતા. તેણે એમ પણ જણાવ્યું કે રોકા દરમિયાન બચ્ચન પરિવાર ખૂબ ઉત્સાહિત અને ઈમોશનલ હતો
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડના લોકપ્રિય કપલ પૈકી એક છે. અભિષેક અને ઐશ્વર્યા કોઈ પણ ઈન્ટરવ્યૂમાં એકબીજાનાં વખાણ કરતાં થાકતાં નથી. એક વખત ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ અભિષેક અંગે વાત કરતા પોતાના રોકાનો એક કિસ્સો શેર કર્યો હતો. ઐશ્વર્યાએ જણાવ્યું કે તેના અને અભિષેકના રોકા ખૂબ જ ઉતાવળમાં થયા હતા. તેણે એમ પણ જણાવ્યું કે રોકા દરમિયાન બચ્ચન પરિવાર ખૂબ ઉત્સાહિત અને ઈમોશનલ હતો.
અભિષેકે ઐશ્વર્યાને કર્યો કોલ
ઐશ્વર્યાએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાના રોકાનો કિસ્સો સંભળાવ્યો હતો. તેણે કહ્યું કે હું દક્ષિણ ભારતીય છું એટલે મને ખ્યાલ ન હતો કે રોકા જેવી પણ કોઈ વિધિ હોય છે. એક દિવસ અચાનક અભિષેકનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે તે રોકાની વિધિ માટે તેના પરિવાર સાથે મારા ઘરે આવી રહ્યો છે. મને સમજ ન પડી, મેં અભિષેકને પૂછ્યું કે રોકા શું હોય છે? ત્યારે તેણે મને આખી વાત સમજાવી. ત્યારે મેં મારા પિતાને કોલ કર્યો.
મેં ના પાડી છતાં ઘરે પહોંચી ગયો અભિષેક
ઐશ્વર્યાએ આગળ કહ્યું કે મારા પિતા કૃષ્ણરાજ રાય શહેરથી બહાર હતા, તેમનું તાત્કાલિક પાછા ફરવું મુશ્કેલ હતું. આવા સંજોગોમાં મેં અભિષેકને કોલ કર્યો અને આવવાની ના પાડી, પરંતુ તેણે કહ્યું કે હવે કંઈ જ ન થઈ શકે, કેમકે તે રસ્તામાં છે અને હવે પપ્પાને ના ન કહી શકે.
ઈમોશનલ થઈ ગયો હતો બચ્ચન પરિવાર
જ્યારે અભિષેક અને પરિવારના લોકો ઐશ્વર્યાના ઘરે આવ્યા તો તે હેરાન રહી ગઈ. એક બાજુ બચ્ચન પરિવાર વિધિ દરમિયાન ખૂબ જ ખુશ અને ઈમોશનલ હતો. બીજી બાજુ ઐશ્વર્યા અને તેની માતાને બધુ અજીબ લાગી રહ્યું હતું, કેમ કે તેમને રોકાની વિધિ અંગે કોઈ જાણકારી ન હતી. તેમને એવું લાગી રહ્યું હતું કે બંનેની સગાઈ થઈ રહી છે.
આ પણ વાંચોઃ અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ જાહેર, કંકોત્રી થઈ વાયરલ