ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

Alt ન્યૂઝના પત્રકારને જામીન, આ શરતોનું કરવું પડશે પાલન

Text To Speech

Alt Newsના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબેરને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેને જામીન આપ્યા છે. આ પહેલા તેમને યુપીના એક કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાની રાહત મળી હતી. પટિયાલા હાઉસ કોર્ટે ગુરુવારે 14 જુલાઈના રોજ સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ હવે તેને જામીન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પટિયાલા હાઉસ કોર્ટે મોહમ્મદ ઝુબેરને કેટલીક શરતો પર જામીન આપ્યા છે. જેમાં ઝુબૈર કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકે નહીં. તો, જામીન માટે, તેણે 50 હજારના વ્યક્તિગત બોન્ડ અને 50 હજારની જામીન આપવી પડશે. ત્યારબાદ જ તે જામીન મેળવી શકશે.

ટ્વીટ કરવા બદલ ધરપકડ

મોહમ્મદ ઝુબેરની તેના એક ટ્વિટ માટે ધરપકડ કરવામાં આવી હતી. 2018માં, તેણે એક હિંદુ દેવતા વિશે ટ્વિટ કર્યું હતું, જેના વિશે પોલીસને ફરિયાદ મળી હતી. આ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન માટે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં એડિશનલ સેશન્સ જજ દેવેન્દ્રકુમાર જાંગલાએ આરોપી તેમજ ફરિયાદ પક્ષના વકીલની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારબાદ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી.

મોહમ્મદ ઝૂબેર

તો, મેજિસ્ટ્રેટ કોર્ટે 2 જુલાઈએ આ જ કેસમાં તેની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય આપ્યો હતો. પાંચ દિવસની કસ્ટડીમાં પૂછપરછ બાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને ઝુબેર વતી પડકારવામાં આવ્યો હતો.

યુપીમાં ઝુબૈર વિરુદ્ધ અનેક કેસ

તમને જણાવી દઈએ કે મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. આ સાથે પોલીસે તેમની સામે નવી કલમો પણ ઉમેરી છે. આ માટે ઝુબેર વતી સુપ્રીમ કોર્ટનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેણે ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં તેની સામે નોંધાયેલા 6 કેસ રદ કરવાની અપીલ કરી હતી.

મોહમ્મદ ઝૂબેર

નવી અરજીમાં ઝુબૈરે તમામ 6 કેસમાં વચગાળાના જામીન માટે પણ અપીલ કરી છે. ઝુબૈર વિરુદ્ધ ઉત્તર પ્રદેશના સીતાપુર, લખીમપુર ખેરી, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર અને હાથરસ જિલ્લામાં ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે.

Back to top button