ગણેશ ચતુર્થીના દિવસે પૂજાનું શુભ મુહૂર્ત અને વિસર્જનની તારીખ પણ જાણો
- ગણેશ ચતુર્થીના દિવસે બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા ભગવાન શ્રીગણેશની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશજીનો જન્મ થયો હતો
HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્ત્વ છે. આ તહેવાર ભગવાન ગણેશના જન્મદિવસના રૂપમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા ભગવાન શ્રીગણેશની વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ગણેશજીનો જન્મ થયો હતો.
ક્યારે છે ગણેશ ચતુર્થી
આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર, શનિવારના રોજ છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો બાપ્પાને પોતાના ઘરે લાવીને વિરાજિત કરે છે. આ તહેવારની રોનમ મહારાષ્ટ્રમાં જોવાલાયક હોય છે.
ગણેશ સ્થાપના અને ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત
એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન સમયે થયો હતો, તેથી ગણેશ પૂજા માટે મધ્યાહનનો સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ પૂજાનું મુહૂર્ત સવારે 11:03 થી બપોરે 1:33 સુધી રહેશે. પૂજાનો કુલ સમયગાળો 2.31 કલાકનો છે.
ચતુર્થી તિથિ ક્યારે અને કેટલો સમય
ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરે 3:01 વાગ્યાથી 7 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 5:37 સુધી રહેશે.
ગણેશ વિસર્જન ક્યારે?
ગણેશ ઉત્સવ 10 દિવસ ચાલે છે. તે અનંત ચતુર્દશની દિવસે સમાપ્ત થાય છે. તેને ગણેશ વિસર્જનનો દિવસ પણ કહેવાય છે. આ વર્ષે ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર, મંગળવારના રોજ છે. અનંત ચતુર્દશીએ ભક્તો ધામધૂમથી બાપ્પાને વિદાય આપે છે. ગણેશજીની પ્રતિમાને નદી કે તળાવના પાણીમાં વિસર્જિત કરવાની પરંપરા છે.
આ પણ જાણોઃ ઋષિ પંચમી ક્યારે છે? શું છે તેનું મહત્ત્વ, જાણો વ્રતની પૂજા વિધિ