નાની લાગતી વાત પણ બની રહી છે છુટાછેડાનું કારણ, તમને પણ થશે આશ્ચર્ય


બિલાસપુર હાઈકોર્ટે છૂટાછેડાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું હતું કે, જો કોઈ પત્ની પુરુષોની જેમ પાન મસાલા, ગુટખા, દારૂ સાથે માંસ ખાઈને તેના પતિને પરેશાન કરે છે તો તે ક્રૂરતા છે. બિલાસપુર હાઈકોર્ટના જસ્ટિસ ગૌતમ ભાદુરી અને જસ્ટિસ રાધાકિશન અગ્રવાલની બેન્ચે આવા વાતને આધાર બનાવીને પતિને છૂટાછેડા લેવા માટે હકદાર જાહેર કર્યો હતો. પતિએ છુટાછેડાની અરજીમાં જણાવ્યુ હતુ કે પત્ની ગુટખા ખાધા બાદ બેડરૂમમાં ગમે ત્યાં થુંકે છે. જો તેને ના કહેવામાં આવે તો તે ઝધડો કરે છે.
આ આશ્વર્યજનક લાગતા કેસમાં કોર્ટે છુટાછેડાને મંજુરી આપી દીધી, પરંતુ આ વિષય લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. બીજા એવા કયા વિચિત્ર કારણો છે જેને લઇને છુટાછેડા માંગી શકાય અને છુટાછેડા મળી શકે.
થોડા દિવસ પહેલાં અલીગઢમાં એક મહિલાએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરતાં જણાવ્યું હતું કે તેનો પતિ ટોણા મારતો કે તે સુંદર નથી અને સાથે જ તે લિપસ્ટિક અને બિંદી ખરીદવા માટે પૈસા આપતો નથી. આ બાબતે રોજેરોજ ઘરમાં ઝઘડાઓ થતા હતા.આ કેસ છુટાછેડા સુધી પહોંચી ચુક્યો હતો. કાઉન્સીલરે મહિલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા છૂટાછેડા લેવા માટે અડગ છે.
એવા ઘણા વિચિત્ર કારણો છે જેના આધારે વ્યક્તિ છુટાછેડાની ડિમાન્ડ કરી શકે છે. જો કોઇની પત્ની સિંદુર લગાવતી ન હોય અને પતિ ઇચ્છતો હોય કે પત્ની સિંદુર લગાવે તો આ વાતને આધાર બનાવીને પતિ છુટાછેડાની માંગણી કરી શકે છે. જોકે જે તે વિસ્તાર કે રાજ્યની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને કોર્ટ આ નિર્ણય લઇ શકે છે.
બ્રશ ન કરતા હોય તે આધારે પણ છુટાછેડા મળી શકે
જો કોઇની પત્ની ગુટખા અને નોનવેજ ખાતી હોય તો વ્યક્તિ એક તરફી છુટાછેડા માટે અરજી કરી શકે છે. કેમકે આ બાબત માનસિક ક્રુરતાની શ્રેણીમાં ગણી શકાય છે. પતિ કે પત્ની કોઇ એક બ્રશ ન કરતુ હોય તો પણ રાઇટ ટુ હાઇજીન હેઠળ છુટાછેડાની ડિમાન્ડ કરી શકાય છે. પતિને નશાની આદત હોય તો પણ પત્ની છુટાછેડાની અરજી કરી શકે છે.
આ પણ વાંચોઃ તમામ સેફ્ટી ફીચર છતાં માંડ માંડ બચ્યો રિષભ પંત, જાણો શું છે કારની વિશેષતા