ચૂંટણી 2022દક્ષિણ ગુજરાત

અલ્પેશ કથિરિયા કટ્ટર હરીફ કાકા કુમાર કાનાણીને પગે લાગ્યા

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. સરતની વરાછા બેઠકો ભાજપ અને AAP વચ્ચે જબરજસ્ત ટક્કર જામી છે. આજે મતદાન મથકોએ જાતજાતના અને ભાતભાતના દ્રશ્યો જોવા મળ્યા હતા. AAPના વરાછા બેઠકના ઉમેદવાર અલ્પેશ કથીરિયા મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા જ્યાં તેમની મુલાકાત ભાજપના ઉમેદવાર એવા કુમાર કાનાણી સાથે થઈ ગઈ હતી. જોકે બે પ્રતિદ્વંદ્વી આમને સામને આવતા અલ્પેશે સીનિયર નેતાના પગે લાગીને આશીર્વાદ લીધા હતા.

કુમાર કાકા વડીલ છે, તેથી આશીર્વાદ લેવા મારી ફરજઃ અલ્પેશ કથીરિયા

અલ્પેશ કથીરિયાનો ભેટો મતદાન મથક બહાર જ કુમાર કાનાણી સાથે થઈ ગયો હતો. ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા કટ્ટર હરીફ એવા કાકા-ભત્રીજા આજે ગળે મળ્યા. બાદમાં અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીના પગે લાગીને તેમના આશીર્વાદ પણ લીધા હતા. ત્યારબાદ અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, કુમાર કાકા વડીલ છે, એટલે તેમના આશીર્વાદ લેવા મારી ફરજ છે. હું રાજનીતિમાં નવો છું એટલે મારા માટે આશીર્વાદ લેવા જરૂરી છે. વરાછાની જનતા જાગૃત છે તે સમજી ને મતદાન કરશે.

Back to top button