ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

કથિરીયાની કાકાને ચેલેન્જ, ‘કાકા જીતશે તો ખભા પર બેસાડીશ’

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે થશે. રાજ્યની 89 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. સુરતની વરાછા બેઠક પર ભાજપમાંથી કિશોર કાનાણી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરિયા વચ્ચે સીધી ટક્કર છે. ત્યારે ફરી એક વખત અલ્પેશ કથિરીયાએ કિશોર કાનાણીને કાકા સંબોધીને ખુલ્લી પડકાર આપી છે.

તમે જીતશો તો હું મારા ખભે બેસાડીશ- કથિરીયા

અલ્પેશ કથિરીયાનું નિવેદન સામે આવ્યુ છે કે ભત્રીજો હોવાથી ખાતરી આપું છું કે પહેલી તારીખે તમારો જન્મ દિવસ છે કાકા અને વરાછાની જનતા તમને મત આપે તેવી હું અપીલ કરુ છે. જો તમે જીતશો તે હું તમને માનગઢ ચોક પર મારા ખભે બેસાડીશ.

કિશોર કાનાણી
કિશોર કાનાણી

સુરતની વરાછા વિધાનસભા બેઠક પર ભાજપ તરફથી કુમાર કાનાણી, આમ આદમી તરફથી અલ્પેશ કથીરિયા, જ્યારે કોંગ્રેસ તરફથી પ્રફુલ તોગડિયા ઉમેદવાર છે. વર્ષ 2012 અને 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વરાછાથી ભાજપના ઉમેદવાર કુમાર કાનાણી જીતી ગયા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની લહેર હોવા છતાં પણ ભાજપના કુમાર કાનાણી જીતી ગયા અને રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી પણ બન્યા, પરંતુ આ વખતે કાનાણીને પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા અલ્પેશ કથીરિયા મજબૂત ટક્કર આપી રહ્યા છે.

Back to top button