ટ્રેન્ડિંગધર્મ

વસંતપંચમીની સાથે જ કૃષ્ણના આ ધામમાં થયો હોળી ઉત્સવનો પ્રારંભ, જાણો ક્યાં છે આ મંદિર

Text To Speech

મથુરાના વૃંદાવનમાં વસંતપંચમીના દિવસથી હોળીના પર્વની શરૂઆત થઇ જાય છે. વસંત પંચમીનો દિવસ વ્રજ માટે ખુબ જ ખાસ હોય છે. આ દિવસે માતા સરસ્વતી ઉપરાંત અહીં રાધા-કૃષ્ણની પણ પુજા થાય છે. આ સાથે બાંકે બિહારી મંદિરમાં 45 દિવસ સુધી ચાલનારા ઉત્સવની શરૂઆત થઇ જાય છે. આજે બાંકે-બિહારી મંદિરમાં પુજારીઓએ ઠાકોરજીને ગુલાલ લગાવીને હોળીના ઉત્સવની શરૂઆત કરી દીધી છે.

વસંતપંચમીની સાથે જ કૃષ્ણના આ ધામમાં થયો હોળી ઉત્સવનો પ્રારંભ, જાણો ક્યાં છે આ મંદિર hum dekhenge news

વ્રજમાં હોળી ઉત્સવની શરૂઆત

માત્ર બાંકે બિહારી મંદિર જ નહીં, પરંતુ વસંત પંચમીના દિવસે વ્રજના તમામ મંદિરોમાં અબીલ અને ગુલાલ ઉડાડવામાં આવે છે. ત્યારબાદ આગામી 40 દિવસ સુધી આ સિલસિલો ચાલુ રહે છે. વ્રજભુમિમાં આ તહેવારનું એક અલગ મહત્ત્વ છે. અહીં તમામ મંદિરોમાં ખુબ જ ગુલાલ ઉડાડવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્રજમાં વસંતઋતુના આગમન સાથે જ હોળીની શરૂઆત થઇ જાય છે. અહીંના તમામ પ્રમુખ મંદિરોમાં આજના દિવસથી જ ગુલાલ ઉડાડવાનું શરૂ થાય છે. આ સિલસિલો આગામી 40 દિવસ સુધી ચાલુ રહે છે. વસંતપંચમીનો આ હોળીનો નજારો ખુબ જ મનભાવન હોય છે.

વસંતપંચમીની સાથે જ કૃષ્ણના આ ધામમાં થયો હોળી ઉત્સવનો પ્રારંભ, જાણો ક્યાં છે આ મંદિર hum dekhenge news

બાંકે બિહારી મંદિરમાં ખુબ ઉડાડ્યુ ગુલાલ

પરંપરા અનુસાર વસંતપંચમીના દિવસે મંદિરમાં શ્રૃંગાર આરતી બાદ સૌથી પહેલા મંદિરના સેવાયત પુજારી બાંકેબિહારીને ગુલાલનો ટીકો લગાવીને હોળીના આ પર્વની વિધિવત શરૂઆત કરે છે. ત્યારબાદ પ્રાંગણમાં હાજર શ્રદ્ધાળુઓ પર વસંતી ગુલાલ ઉડાડે છે.

શ્રદ્ધાળુઓ પર વરસ્યો રંગ

મંદિરમાં હોળીની વિધિવત શરૂઆત થયાના થોડા જ સમય બાદ પ્રાંગણનો માહોલ અત્યંત ખુશનુમા થઇ જાય છે. અહીં માત્ર ગુલાલ જ ગુલાલ જોવા મળે છે. પ્રાંગણમાં રહેલા શ્રદ્ધાળુઓ ભગવાન બાંકેબિહારી સાથે હોળી રમવાના આ પર્વનો ખુબ આનંદ ઉઠાવે છે. એકબીજા પર ખુબ ગુલાલ ઉડાડે છે. આજે અહીં હોળિકા બનાવવાની શરૂઆત પણ થાય છે.

આ પણ વાંચોઃ પ્રજાસત્તાક પર્વની ગુજરાતના વિવિધ મંદિરોમાં કરવામાં આવી ઉજવણી

Back to top button