ગુજરાતમનોરંજન

‘પઠાણ’ના રીલીઝની સાથે પોલીસનો કાફલો તેનાત

શાહરુખ ખાનની ફિલ્મ પઠાન ભારે વિવાદો વચ્ચે આજે તેને રિલીઝ થઈ ગઈ છે. જેના કારણે અમદાવાદમાં આજે થિયેટર બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પઠાન ફિલ્મ રિલીઝ થતાં થિયેટરો-મલ્ટિપ્લેક્સમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલીંગ

અમદાવાદના થલતેજમાં PVR સિનેમા બહાર પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે રિલીઝ થતાની સાથે જ વહેલી સવારથી જ પઠાન ફિલ્મ જોવા માટે લોકોના ભારે ભીડ ઉમટી પડી છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યુ છે. સોશિયલ મીડિયા ઉપર પણ પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આટલો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, થિયેટર માલિકો દ્વારા ફિલ્મ રિલીઝ થવા પર પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું.

પઠાણ ફિલ્મ-humdekhengenews

પોલીસે થિયટરના માલિકોને સુરક્ષાની આપી હતી બાંહેધરી

દેશના વિવિધ રાજ્યમાં વિવાદોમાં ઘેરાયેલી ફિલ્મ પઠાન આજે રિલીઝ થઈ છે. જેનો ગુજરાત સહિત અનેક રાજ્યમાં ઉગ્ર વિરોધ થયો હતો જેને લઈ અમદાવાદમાં થિયટર માલિકોએ સુરક્ષા માટે પોલીસ સાથે બેઠક યોજી હતી. તેમજ આ બેઠકમાં પોલીસ દ્વારા થિયેટરના માલિકોને બાંહેધરી આપવામાં આવી હતી કે, ફિલ્મ રિલીઝ થશે ત્યારે તમામ થિયટરમાં પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે. અમદાવાદમાં તમામ થિયેટરોમાં પઠાન ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું અને તમામ થિયેટરોમાં પઠાનના પોસ્ટરો પણ લાગી ગયા હતા.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી બે દિવસ કડકડતી ઠંડી પડશે, જાણો કયા રહેશે કોલ્ડવેવ

પોલીસે સુરક્ષાની બાહેધરી આપી 

થિયેટરોના માલિકોએ જણાવ્યું હતું કે, ‘અગાઉ પદ્માવત વખતે પણ આવો માહોલ સર્જાયો હતો અને આ ફિલ્મ વખતે પણ આવો થયો છે. જેને લઈ અમે અગમચેતીના ભાગરૂપે સીએમ અને ગૃહ રાજ્ય મંત્રીને સુરક્ષા મામલે મળી આવ્યા છીએ અને એમણે સુરક્ષાની બાહેધરી પણ આપી છે.’ તેમજ જણાવ્યું હતુ કે, ઝોન વાઈઝ થિયટર માલિકોએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક પણ કરી છે. રિલીઝ થાય તે દિવસ અને બીજા દિવસે સંપૂર્ણ પોલીસ પ્રોટેક્શન રહેશે તે દિવસો બાદ જરૂરિયાત અનુસાર પોલીસ બંદોબસ્ત રહેશે.

પઠાણ-hum dekhenge news

શું હતો સમગ્ર વિવાદ?

ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા પઠાન ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ જ્યારે રિલીઝ કરવામાં આવ્યું ત્યારે અભિનેત્રી દિપીકા પાદુકોણની બિકિનીના રંગને લઈને વિવાદ ભડક્યો હતો. લોકોએ કહ્યું હતું કે, જાણી જોઈને બિકિનીનો રંગ ભગવો રાખવામાં આવ્યો છે અને તે હિન્દુ ધર્મનું અપમાન છે. જોકે, આ પહેલેથી જ ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પઠાનનો બૉયકોટ કરાશે તેવા હેશટેગ ટ્રેન્ડ કરાવવામાં આવ્યા હતા, આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ ગઈ તે બાદથી જ લોકો કહી રહ્યા હતા કે હવે શાહરુખ ખાનની ફિલ્મ ફ્લોપ કરાવવામાં આવશે.

Back to top button