ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

Summerમાં શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે વેઇટલોસ પણ કરશે આ ડ્રીંક

Text To Speech
  • ગરમીમાં આપણે ઠંડી તાસીર વાળો ખોરાક ખાઇએ છીએ
  • તરબૂચ પન્ના એક એવુ ડ્રિંક છે જે ગરમીની સમસ્યાઓ ઘટાડે છે
  • તરબૂચ પન્ના ઇમ્યુનિટી પાવર પણ વધારે છે

ગરમીની સીઝનમાં આપણે હંમેશા આપણા ડાયટને લઇને સતર્ક રહેતા હોઇએ છીએ. આપણે ડાયટમાં એવી વસ્તુઓને સામેલ કરવાનું પસંદ કરીએ છીએ જેની તાસીર ઠંડી હોય. આવા જ એક ડ્રીંકનું નામ છે તરબૂચ પન્ના. સમર સીઝનમાં તેનું સેવન કરવાથી પેટનો દુખાવો, ડિહાઇડ્રેશન, મેદસ્વીતા, નબળી ઇમ્યુનિટી અને પાચન સાથે જોડાયેલી પરેશાનીઓમાં પણ ફાયદો થાય છે. તો જાણો સમરનું આ મસ્ત ડ્રીંક તરબૂચ પન્ના કેવી રીતે બનાવશો? તેનાથી શું ફાયદો થશે?

તરબૂચ પન્ના બનાવવાની રીત

તરબૂચ પન્ના બનાવવા માટે એક બાઉલમાં કાપેલુ તરબૂચ, શેકેલા જીરુનો પાવડર, લીલુ મરચુ , મીઠુ અને લીંબુનો રસ નાંખીને સારી રીતે મિક્સ કરી દો. આ મિશ્રણને ઓવનમાં 180-200 ડિગ્રી સેલ્સિયસ પર 10 મિનિટ માટે બેક કર્યા બાદ ઓવનમાંથી બહાર કાઢી લો અને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ કાપેલા સંતરના ટુકડા, તરબુચ, ફુદીનાના પત્તા, મીઠુ નાંખો. હવે તેને ગાર્નિશ કરીને પીરસો

તરબૂચ પન્નાના ફાયદા

Summerમાં શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે વેઇટલોસ પણ કરશે આ ડ્રીંક hum dekhenge news

પાચન બનાવશે બેસ્ટ

ગરમીમાં તરબૂચનું સેવન કરવાથી પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ ઘટશે. તરબૂચમાં રહેલુ ફાઇબર પાચનતંત્રને મજબૂત કરીને ગરમીમાં થતા ડાયેરિયા કે ગેસ, કબજિયાતમાં રાહત આપશે.

વેઇટ લોસ

તરબૂચનું નિયમિત સેવન વેઇટ લોસમાં મદદ કરે છે. તરબૂચમાં ફાઇબર અને પાણીની ભરપૂર માત્રા હોય છે. તે પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. તેમાં કેલરીની માત્રા ઓછી હોય છે, તેથી તે વેઇટ લોસમાં મદદ કરે છે.

Summerમાં શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે વેઇટલોસ પણ કરશે આ ડ્રીંક hum dekhenge news

બોડીને રાખશે ડિહાઇડ્રેડ

તરબૂચમાં પાણીની પર્યાપ્ત માત્રા શરીરમાં પાણીની કમી થવા દેતી નથી. તેના નિયમિત સેવનથી ડિહાઇડ્રેશનથી જોડાયેલી સમસ્યાઓ કમર દર્દ, ચક્કર આવવા, મોં સુકાવુ, બ્લડ પ્રેશર દુર થાય છે. ગરમીમાં ડિહાઇડ્રેશનની સમસ્યાને દુર કરવા માટે તમે નિયમિત રીતે તરબૂચ પન્ના પી શકો છો.

ઇમ્યુનિટી બનાવશે સ્ટ્રોંગ

તરબૂચમાં રહેલુ વિટામીન સી ઇમ્યૂનિટીને બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલુ ફાઇબર પાચનની ક્રિયા અને આંતરડામાં ઉત્પન્ન થતા બેક્ટેરિયાને નષ્ટ કરીને ઇમ્યુનિટીને સુધારે છે.

આ પણ વાંચોઃ ભુલથી પણ દવા સાથે આનું સેવન ના કરતા, થઈ શકે છે આડઅસર

Back to top button