સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. માનહાનિના કેસમાં SCએ રાહુલની બે વર્ષની સજા પર રોક લગાવી છે. જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે આદેશમાં કહ્યું કે ટ્રાયલ કોર્ટના જજે પોતાના નિર્ણયમાં મહત્તમ સજા સંભળાવવાના કારણો આપવા જોઈએ.
માનહાની કેસમાં સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને આપી રાહત
SCમાં રાહુલ ગાંધી વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી. ફરિયાદી પૂર્ણેશ મોદી વતી વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોને 15-15 મિનિટનો સમય આપ્યો હતો. રાહુલે ‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં સજા સસ્પેન્શન આપવાના ગુજરાત હાઈકોર્ટના ઇનકારને પડકાર્યો હતો.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ ક્યારે પુનઃસ્થાપિત થશે? જાણો સૌથી મોટા પ્રશ્નનો જવાબ
સુપ્રીમ કોર્ટે મહત્તમ સજા પર ઉઠાવ્યા સવાલ
સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2019ના ફોજદારી માનહાનિ કેસમાં ‘મોદી અટક’ ટિપ્પણી બદલ તેમની સામે બે વર્ષની સજા સંભળાવી હતી. આ મામલે આજે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન બેન્ચે અનેક મહત્વપૂર્ણ અવલોકનો પણ કર્યા છે.ખંડપીઠે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે અરજદાર (રાહુલ ગાંધી)ના નિવેદન સારા નથી. અરજદારે ભાષણ આપવામાં વધુ સાવચેતી રાખવી જોઈતી હતી. પરંતુ વધુમાં વધુ સજા કેમ આપવામાં આવી તેનો ખુલાસો થયો નથી. ખંડપીઠે અવલોકન કર્યું કે ગેરલાયકાત માત્ર વ્યક્તિના અધિકારોને જ નહીં, પરંતુ મતદારોને પણ અસર કરે છે
ટ્રાયલ જજ દ્વારા મહત્તમ સજા કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી
મહત્તમ સજા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટ્રાયલ જજે મહત્તમ સજા સંભળાવી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો રાહુલને 1 વર્ષ અને 11 મહિનાની સજા થઈ હોત તો તેઓ સાંસદ તરીકે અયોગ્ય ન ઠર્યા હોત.ટ્રાયલ જજ દ્વારા મહત્તમ સજા કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી, અંતિમ ચુકાદા સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે રાખવાની જરૂર છે.
આ પણ વાંચો : મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, પત્નીની બીમારીનું કારણ આપી કરી અરજી, છતાં જામીન નહીં