અમદાવાદમાં આજે ઐતિહાસિક પળ જોવા મળી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટની શરૂઆત યાદગાર તેમજ ઐતિહાસિક ગણાશે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ધરતી પર ઐતિહાસિક નજરો જોવા મળ્યો. ભારતના PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝ એકસાથે મેદાન પર પહોંચ્યા હતા. રાષ્ટ્રગીત સમયે બંને એક સાથે ઉભા હતા. બંને PMએ પોતપોતાના દેશના કેપ્ટનને કેપ પહેરાવી હતી તેમજ દરેક ખેલાડીઓને મળ્યાં હતા.
ક્રિકેટ જગતમાં આ ઐતિહાસિક પળ હતી. ભારતના PM નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને અને ઓસ્ટ્રેલિયન PM અલ્બેનીઝે ઓસ્ટ્રેલિયાન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથને કેપ પહેરાવી હતી. કેપ પહેરાવ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને કેપ્ટન અને બંને PMનો એક ઐતિહાસિક ફોટો લેવામાં આવ્યો હતો. ફોટોની આ ક્લિક પણ ઐતિહાસિક રહેશે. PM મોદી અને PM અલ્બેનીઝે ગોલ્ફ કારમાં મેદાનની મુલાકાત પણ લીધી હતી અને મેદાનમાં ઉપસ્થિત પ્રેક્ષકોનું અભિવાદન પણ કર્યું હતું.
આ પણ વાંચો : પીએમ મોદીએ પહેલા રોહિત શર્માનો હાથ ખેંચ્યો, પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અને… !
રાષ્ટ્રગીત સમયે બંને PM સાથે જોવા મળ્યાં
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની અંતિમ ટેસ્ટ છે ત્યારે મેચના પ્રથમ દિવસે PM મોદી અને ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝ એક સાથે મેદાન પર પહોંચ્યા હતા. રાષ્ટ્રગીત સમયે જ્યાં બંને દેશના PM ટીમ સાથે ઊભા રહ્યા હતા. જેમાં સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયાના PMના ખભે હાથ રાખીને ઊભો રહ્યો હતો. જ્યારે રોહિત શર્મા અને PM મોદી વચ્ચે થોડું અંતર હતું.
રાષ્ટ્રગીત માટે બંને ટીમ ઉભી હતી જ્યાં કેપ્ટન રોહિત શર્માએ તમામ ખેલાડીઓનો પરિચય કરાવ્યો હતો. PMએ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રગીત માટે ટીમ સાથે ઊભા રહ્યા હતા. રાષ્ટ્રગીત પછી તેઓ PM અલ્બેનીઝ સાથે સ્ટેન્ડ પર પાછા ફર્યા હતા.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ભારતમાં રમી હોળી, પરંપરાગત ડાન્સનો પણ આનંદ માણ્યો, જુઓ તસવીરો
તમને જણાવી દઈએ કે PM મોદી આજે સવારે 8.30 વાગ્યે સ્ટેડિયમ પહોંચ્યા હતા. સ્ટેડિયમ પહોચ્યા બાદ બધા ખેલાડીઓ સાથે મિલાવી રાષ્ટ્રગીત કરી અડધા કલાક સુધી મેચનો આનંદ માણ્યો. ત્યારબાદ તેઓ રાજભવન જવા રવાના થયા હતા.
પ્રેક્ષકોની સંખ્યા સારી રહી
ગુજરાતમાં ક્રિકેટ રસિકો વધુ છે એવામાં અમદાવાદમાં જયારે મેચ હોય ત્યારે સમગ્ર ગુજરાતમાંથી પ્રેક્ષકો મેચ જોવા આવતા હોય છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે નિર્ણાયક મેચ છે તેમજ બંને દેશના PM હાજરી આપવાના હોઈ ખૂબ જ બહોળા પ્રમાણમાં પ્રેક્ષકો જોવા મળ્યાં હતા. તમને જણાવી દઈએ કે અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વમાં સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ છે. તેમાં 1.32 લાખ દર્શકો બેસી શકે છે. ત્યારે આ મેચ દરમિયાન એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકોનો વર્લ્ડ રેકોર્ડ પણ બની શકે છે. હમણાં તો આ વર્લ્ડ રેકોર્ડ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (ઓસ્ટ્રેલિયા)ના નામે છે. જ્યાં 2014માં એશિઝ સિરીઝની મેચ દરમિયાન એક જ દિવસમાં 91,112 દર્શકો હતા.