ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદની સાથે આ શહેરમાં પણ નિકળશે અષાઢી બીજની જગન્નાથજીની રથયાત્રા

  • મહેસાણાના રાજમાર્ગો ઉપર અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા યોજાશે
  • મોઢેરા રોડ સ્થિત અવસર પાર્ટી પ્લોટથી બપોરે 2.30 કલાકે આ રથયાત્રાનો પ્રારંભ થશે
  • રાધનપુર સર્કલથી ઉમંગ પાર્ટી પ્લોટ જઈ આ રથયાત્રા પરત ફરશે

અમદાવાદની સાથે મહેસાણા શહેરમાં પણ અષાઢી બીજની જગન્નાથજીની રથયાત્રા નિકળશે. જેમાં મહેસાણાના રાજમાર્ગો ઉપર અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા યોજાશે. તેમાં રથયાત્રામાં હરે કૃષ્ણ, હરે કૃષ્ણના નાદ ગુંજશે. અવસર પાર્ટી પ્લોટથી જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થશે. તથા ઉમંગ પાર્ટી પ્લોટ થઈ પરત ફરશે.

આ પણ વાંચો: અમદાવાદના આ 8 આઈકોનિક સ્થળે યોગદિવસની ઉજવણી કરવામાં આવશે 

અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન

તા. 20મી જુને મહેસાણા ખાતે અષાઢી બીજ નિમિત્તે જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરાયું છે. મહેસાણા બાયપાસ હાઈવે ઉપર ઈસ્કોન સર્કલ સ્થિત ઈસ્કોન મંદિરના ઉપક્રમે આ રથયાત્રા નીકળનાર છે. મોઢેરા રોડ સ્થિત અવસર પાર્ટી પ્લોટથી બપોરે 2.30 કલાકે આ રથયાત્રાનો પ્રારંભ થશે. મોઢેરા સર્કલ થઈ ભમ્મરીયાનાળું, તોરણવાળી માતાનો ચોક, ગોપીનાળું અને વાયા રાધનપુર સર્કલથી ઉમંગ પાર્ટી પ્લોટ જઈ આ રથયાત્રા પરત ફરશે. ઈસ્કોન મંદિરના જણાવ્યા અનુસાર જગન્નાથ ભગવાનની અષાઢી બીજે નીકળનાર આ રથયાત્રામાં સેંકડો શહેરીજનો જોડાશે. આ રથયાત્રા દરમિયાન ભગવાનનું મધુર કીર્તન, વિવિધ ઝાંખીઓ તેમજ ભકતો દ્વારા ભાવમયનૃત્ય, ખીચડી પ્રસાદ અને બુંદી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર પશુપાલકોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા રૂ.20 હજાર આપશે

શ્રીકૃષ્ણ પોતાના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની સાથે રથમાં સવાર થઈ ભકતોને દર્શન આપશે

અષાઢી બીજના દિવસે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાની સાથે રથમાં સવાર થઈ ભકતોને દર્શન આપી તેમને કૃતાર્થી કરે છે. સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરાયો છે કે, સૌભાગ્યશાળી વ્યકિત જ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથના રથને દોરીથી ખેંચવાનો મોકો મેળવે છે. ઈસ્કોન મંદિર તરફથી ગૌશાળાનો નિર્વાહ ચલાવે છે અને મંદિરના પ્રાંગણમાં જ શહેરની ભીડભાડથી દૂર ઈસ્કોન અતિથિગૃહને સગવડ પણ આપે છે. 20મી જુને શહેરના મુખ્ય રાજમાર્ગો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરેના નાદથી ગૂંજી ઉઠશે. નોંધપાત્ર છે કે, મહેસાણા જિલ્લામાં અષાઢી બીજે નીકળનાર આ બીજી વખત રથયાત્રા નીકળશે.

Back to top button