ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

વેલેન્ટાઈન ડે પર એકલા છો? મુંઝાશો નહીં, આ રીતે તમે ઊજવો પ્રેમનો દિવસ

  • વેલેન્ટાઈન ડે પર તમે એકલા છો તો સૌથી પહેલા તો તમારી જાતને સિંગલ માનીને રુમમાં બંધ કરી રાખવાની જરૂર નથી. આજના સમયમાં સિંગલ હોવું એ કોઈ ખરાબ વાત માનવામાં આવતી નથી.

વેલેન્ટાઈન ડે સામાન્ય રીતે કપલ્સ સેલિબ્રેશનનો દિવસ માનવામાં આવે છે, પરંતુ જો તમારી પાસે કોઈ પાર્ટનર નથી, તમારી પાર્ટનરની શોધ હજુ પૂરી થઈ નથી અથવા તો કોઈ પણ કારણસર તમે વેલેન્ટાઈન ડેના દિવસે એકલા છો. તો શું કરશો. તમારે મુંઝાવાની બિલકુલ જરૂર નથી. કોણ કહે છે કે એકલા આ દિવસની સેલિબ્રેટ ન કરી શકાય? અહીં કેટલાક આઇડિયા આપ્યા છે . જે તમે અપનાવીને તમારા આ દિવસને ખાસ બનાવી શકો છો.

સૌથી પહેલા તો તમારી જાતને સિંગલ માનીને રુમમાં બંધ કરી રાખવાની જરૂર નથી. આજના સમયમાં સિંગલ હોવું એ કોઈ ખરાબ વાત માનવામાં આવતી નથી. સિંગલ વ્યક્તિ કોઈ પણ બંધનો વગર પોતાને ગમે તે કરી શકે છે. તો બધી વાતને ભૂલીને તમે પણ આજના દિવસને સેલિબ્રેટ કરી શકો છો.

વેલેન્ટાઈન ડે પર એકલા છો? મુંઝાશો નહીં, આ રીતે તમે ઉજવો પ્રેમનો દિવસ hum dekhenge news

તમારા જૂના મિત્રોને મળો

તમારી પાસે પાર્ટનર નથી તો શું થયું? સારા મિત્રો તો દરેક પાસે હોય છે. આ લિસ્ટમાં એવા કોઈ ફ્રેન્ડને પકડી લો જે સિંગલ હોય. તેમની સાથે આઉટિંગનો પ્લાન કરો. જો આવા મિત્રો ન હોય તો સેલ્ફ ડ્રાઇવ કરીને નીકળી પડો તમારી મનગમતી જગ્યાએ…

તમારી જાતને ગિફ્ટ આપો

તમને કોઈને કોઈ વસ્તુઓ લેવાની ઇચ્છા તો જરૂર થતી હશે. કોઈક વસ્તુ તો એવી હશે જ કે જે તમે ઇચ્છતા હશો. તમારા પણ કોઈ શોખ હશે. તમને કંઇક ખરીદવાની ઈચ્છા થતી હશે. તો વેલેન્ટાઈન ડેના દિવસે તમારી ફેવરિટ અથવા જરૂરિયાતની કોઇ વસ્તુ ખરીદી તમારી જાતને ગિફ્ટ કરો.

વેલેન્ટાઈન ડે પર એકલા છો? મુંઝાશો નહીં, આ રીતે તમે ઉજવો પ્રેમનો દિવસ hum dekhenge news

ફેવરિટ મુવી કે વેબસીરીઝની મજા માણો

રોજની ભાગદોડ ભરેલી જિંદગીમાં તમને તમારો ફેવરિટ શો, મુવી, વેબસીરીઝ જોવાનો સમય નહીં મળતો હોય. તો આ દિવસે તમે સમય કાઢીને વેબ સીરીઝ જુઓ. તમારુ ફેવરિટ મુવી જોઈ શકો છો. તમારી ગમતી પ્રવૃતિની શાંતિથી મજા લઇ શકશો જો તમે સિંગલ હશો.

ફેમિલી સાથે સમય વીતાવો

તમે ઘણા દિવસોથી તમારા ફેમિલીને સમય ન આપી શકતા હો તો વેલેન્ટાઈન ડે તેમના નામે કરી દો. આખરે તેઓ પણ તમારા વેલેન્ટાઈન તો છે.

વેલેન્ટાઈન ડે પર એકલા છો? મુંઝાશો નહીં, આ રીતે તમે ઉજવો પ્રેમનો દિવસ hum dekhenge news

તમારી ફેવરિટ ડિશ જાતે બનાવો

હોટેલનું જમવાનુ તો ગમે ત્યારે ખાઈ શકો છો, પરંતુ વેલેન્ટાઇન ડેને ખાસ બનાવવા માટે તમારી ફેવરિટ ડિશ જાતે બનાવો. ના આવડતી હોય તો યુટ્યુબ જોઇને ટ્રાય કરો. તેની પણ એક અલગ મજા છે. તમારા હાથેથી બનેલી ડિશનો આસ્વાદ માણો. આવો મોકો વારંવાર ક્યાં મળવાનો છે?

મનગમતું મ્યુઝિક સાંભળો કે બુક વાંચો

મ્યુઝિક એક થેરેપી છે. તમે વેલેન્ટાઈન ડેના શોરબકોરથી દૂર થઈને એક અલગ દુનિયામાં ખોવાઈ જવા ઈચ્છતા હો તો સુંદર સંગીતનો આનંદ લો. તમે તમારા ગમતા લેખકની બુક વાંચીને પણ તમારો દિવસ યાદગાર બનાવી શકો છો.

આ પણ વાંચોઃ અભિનેત્રી-સિંગર મલ્લિકા રાજપૂતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

Back to top button