ગુજરાતમાં આવી આંધ્રપ્રદેશથી બદામ કેરી, ભાવ પણ ઓછો
- માર્કેટમાં દસ જેટલી ટ્રકોમાં બદામ કેરીનું આગમન થઈ ચુક્યું છે
- આલ્ફાન્જો કેરી પ્રતિ પેટીનો ભાવ રૂ.4,000
- બદામ કેરી ઉપરાંત રત્નાગીરી કેરીની આવક પણ શરૂ થઈ
ગુજરાતમાં આંધ્રપ્રદેશથી બદામ કેરી આવી ગઇ છે. તેમજ ભાવ પણ ઓછો છે. તેમાં મહેસાણામાં આંધ્રપ્રદેશથી બદામ કેરીનું આગમન થયુ છે. તથા ભાવ રૂ.70થી 120 વચ્ચે છે. મહારાષ્ટ્રથી રત્નાગિરિ કેરી પણ આવી રહી છે, હજુ આવક વધશે. ફળોના રાજા કેસર કેરીનું આગમન 1 મહિના બાદ શરૂ થશે.
આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, જાણો કેમ ઘટ્યુ તાપમાન
મહેસાણા માર્કેટમાં દસ જેટલી ટ્રકોમાં બદામ કેરીનું આગમન થઈ ચુક્યું છે
મહેસાણાથી સમગ્ર જિલ્લાના અન્ય કેન્દ્રો પર કેરી મોકલવામાં આવે છે. જેમાં મહેસાણાના ફળ બજારમાં આંધ્રપ્રદેશથી બદામ કેરીની આવક શરૂ થઈ છે. દૈનિક એક ટ્રકમાં આ કેરીની આવક થઈ રહી છે. અત્યાર સુધીમાં મહેસાણા માર્કેટમાં દસ જેટલી ટ્રકોમાં બદામ કેરીનું આગમન થઈ ચુક્યું છે. આંધ્રપ્રદેશથી આવતી બદામ કેરીનો ભાવ ગુણવત્તા મુજબ રૂ.70 થી 120 પ્રતિ કિલોના બોલાય છે. ફળ માર્કેટના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર હવે, બદામ કેરીની આવકમાં વધારો થશે. મહેસાણાથી સમગ્ર જિલ્લાના અન્ય કેન્દ્રો ઉપર પણ આ કેરી મોકલવામાં આવે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ મહેસાણાના ફ્રૂટ બજારમાં આંધ્રપ્રદેશની બદામ કેરી ઉપરાંત રત્નાગીરી કેરીની આવક પણ શરૂ થઈ છે. રત્નાગિરિ કેરી મહેસાણામાં મહારાષ્ટ્રથી આવે છે.
આ પણ વાંચો: ગુજરાત: મહેસાણામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો 8 પાસ નકલી ડોક્ટર ઝડપાયો
આલ્ફાન્જો કેરી પ્રતિ પેટીનો ભાવ રૂ.4,000
ફળોનો રાજા ગણાતી કેસર કેરીનું આગમન હજુ એક મહિના પછી શરૂ થશે. મહેસાણામાં આલ્ફાન્જો કેરીની આવક પણ હજુ શરૂ થઈ નથી. પરંતુ, એક મહિના બાદ આલ્ફાન્જોનું પણ આગમન થશે. હાલમાં આલ્ફાન્જો કેરી અમદાવાદથી લાવવામાં આવે છે અને પ્રતિ પેટીનો ભાવ રૂ.4,000નો બોલાય છે. મહેસાણામાં આન્ધ્રપ્રદેશથી આવતી બદામ કેરીનો ગઈ સાલ ભાવ પેટી દીઠ રૂ.2,500 હતો. જે આ વર્ષે 50 ટકા ઘટયો છે અને રૂ.1,000થી 1,200ના ભાવમાં વેચાઈ રહી છે.