રીલીઝ પહેલા જ અલ્લૂ અર્જુનની ‘પુષ્પા-2’એ કરી લીધી 900 કરોડની કમાણી!
- પુષ્પા 2’આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. ‘પુષ્પા 2’એ રીલીઝ પહેલા જ કરોડોનો બિઝનેસ કરી લીધો છે
17 ઓક્ટોબર, ચેન્નઈઃ અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મને એટલી પસંદ કરવામાં આવી કે લોકો તેના ફેન બની ગયા અને ત્યારથી તેના બીજા ભાગની રાહ જોવામાં આવતી હતી. ‘પુષ્પા 2’ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. આ ફિલ્મ 2024માં જ 6 ડિસેમ્બરે રીલીઝ થઈ રહી છે. ‘પુષ્પા 2’આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મોમાંની એક છે. ‘પુષ્પા 2’એ રીલીઝ પહેલા જ કરોડોનો બિઝનેસ કરી લીધો છે.
પુષ્પાનો પહેલો ભાગ વર્ષ 2021માં આવ્યો હતો. ત્યારથી ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી ચાહકો તેની રીલીઝની રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મે રીલીઝ પહેલા જ ડિજિટલ રાઈટ્સથી કરોડોનો બિઝનેસ કર્યો છે.
#Pushpa2TheRule pic.twitter.com/D5LOCxbsAB
— Allu Arjun (@alluarjun) October 17, 2024
OTT રાઇટ્સ કેટલામાં વેચાયા?
‘પુષ્પા 2’ એ તેની રrલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે OTT રાઇટ્સ અને સેટેલાઇટ રાઈટ્સ વેચીને 900 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જોકે, મેકર્સે હજુ સુધી ફિલ્મના ડિજિટલ રાઈટ્સ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ ખૂબ જ મજબૂત બિઝનેસ કરશે. જો કેટલાક રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ 650 કરોડ રૂપિયામાં વેચાયા છે.
આ પ્લેટફોર્મે રાઇટ્સ ખરીદ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, OTT પ્લેટફોર્મ Netflixએ પુષ્પા 2ના રાઈટ્સ ખરીદ્યા છે. નેટફ્લિક્સે 270 કરોડ રૂપિયામાં તમિલ, તેલુગુ, કન્નડ, હિન્દી અને મલયાલમ ભાષામાં ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા છે. પુષ્પા 2ના રાઈટ્સ સૌથી વધુ રકમમાં વેચવામાં આવ્યા છે. પુષ્પાના OTT રાઇટ્સ પ્રાઇમ વિડિયોએ 50 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પુષ્પા 2 પહેલા 15 ઓગસ્ટે રીલીઝ થવાની હતી, પરંતુ મેકર્સે તેને મુલતવી રાખીને ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રીલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે.
આ પણ વાંચોઃ KBCના સેટ પર વિદ્યા બાલનનું સપનું પૂરું થયું, બિગ બી સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ