અલ્લુ અર્જુનને 14 દિવસ માટે મોકલાયો જેલમાં, ચંચલગુડા સેન્ટ્રલ જેલની બહાર કડક સુરક્ષા
હૈદરાબાદ , 13 ડિસેમ્બર: અલ્લુ અર્જુનને 14 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સુનાવણી બાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. વાસ્તવમાં, પુષ્પા 2ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું. અલ્લુ અર્જુન અગાઉ આ જ કેસમાં પકડાયો હતો અને હવે તેને 14 દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યો છે. પુષ્પા 2 સ્ટાર માટે આ એક મોટા આંચકાથી ઓછું માનવામાં આવી રહ્યું છે.
ફિલ્મ ‘પુષ્પા 2’ના એક્ટર અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. 4 ડિસેમ્બરે પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલી નાસભાગમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેલંગાણા હાઈકોર્ટના જજ જુવવાદી શ્રીદેવીની કોર્ટમાં અલ્લુ અર્જુન કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. કોર્ટે સવાલ પૂછ્યો કે કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? આ અંગે સરકારી વકીલે રિમાન્ડ રિપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે બે દિવસ પહેલા કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, બચાવ પક્ષના વકીલે કોર્ટને જાણ કરી કે તેમને આજે ટેલિફોનિક સૂચનાઓ મળી છે જેમાં જણાવ્યું હતું કે આરોપી અભિનેતા અલ્લુ અર્જુનને પણ રિમાન્ડમાં લેવામાં આવ્યો છે. અલ્લુ અર્જુનને 14 દિવસ માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. સુનાવણી બાદ કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.
અલ્લુ અર્જુને એફઆઈઆર રદ કરવા માટે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી તેલંગાણા હાઈકોર્ટમાં ચાલી રહી છે.
એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ ચાર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે BNS એક્ટની કલમ 105, 118(1), અને 3/5ની અરજી કરવામાં આવી છે અને બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. અલ્લુ પર લાદવામાં આવેલી કલમોમાં, કલમ 105 એ બિનજામીનપાત્ર ગુનો છે, જેમાં જો દોષી સાબિત થાય તો 5 થી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. BNS એક્ટની કલમ 118(1) હેઠળ, ગુનાની ગંભીરતાને આધારે સજા એક વર્ષથી લઈને દસ વર્ષ સુધીની છે.
હૈદરાબાદના સંધ્યા થિયેટર અને પોલીસ પ્રશાસન વચ્ચે અભિનેતા અલ્લુ અર્જુનના આગમનને લઈને વિવાદ થયો છે. થિયેટર મેનેજમેન્ટે દાવો કર્યો છે કે તેઓએ અભિનેતાના આગમનના બે દિવસ પહેલા પોલીસને જાણ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની માંગ કરી હતી. થિયેટર મેનેજમેન્ટનું કહેવું છે કે પુષ્પા 2ના પ્રમોશન દરમિયાન તેઓએ પોલીસને અલ્લુ અર્જુનના આગમન અંગે લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં પોલીસે આ મામલે કોઈ નક્કર પગલાં લીધાં નથી.
આ પણ વાંચો :‘શ્રીમંત’ ખાનગી કંપનીઓ, પગાર વધારવામાં ‘ગરીબ’, ચોંકાવનારું સત્ય આવું સામે
આ પણ વાંચો : HDFC બેંકે કરોડો ગ્રાહકોને આપ્યા સારા સમાચાર! FD પર વધાર્યું વ્યાજ, જાણો હવે એક વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે?
ભારતની એફડીઆઈ 1 ટ્રિલિયન ડોલરને આંબી ગઈ
Personal Loan લેવી છે, Online કે પછી બેંકમાંથી,જાણો કઈ સસ્તી પડશે?
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં