અલ્લુ અર્જુન જેલમાંથી છૂટ્યો, મહિલા મૃત્યુ કેસમાં કોર્ટમાંથી મળી રાહત
હૈદરાબાદ, 14 ડિસેમ્બર: અલ્લુ અર્જુનને ‘પુષ્પા 2’ ના પ્રીમિયર દરમિયાન મહિલાના મૃત્યુના કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ, 14 ડિસેમ્બર શનિવારના રોજ સવારે 7 વાગ્યે મુક્ત કરવામાં આવ્યો છે. 13 ડિસેમ્બરના રોજ, બપોરે 12 વાગ્યે અલ્લુ અર્જુનની હૈદરાબાદમાં તેના જ્યુબિલી હિલ્સ બંગલામાંથી સંધ્યા થિયેટરમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન એક મહિલાના મૃત્યુના કેસમાં ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા, કારણ કે અલ્લુ અર્જુનને આખી રાત જેલમાં વિતાવવી પડી હતી શુક્રવારે મોડી રાત સુધી જેલ અધિકારીઓ કોર્ટના આદેશની નકલ મેળવી શક્યા ન હતા. આ કારણે અલ્લુ અર્જુનને છોડવામાં આવ્યો ન હતો. હવે, આજે જ એટલે કે 14મી ડિસેમ્બરે અલ્લુ અર્જુન જેલમાંથી બહાર આવ્યો છે.
#WATCH | Telangana: Actor Allu Arjun’s father-in-law Kancharla Chandrasekhar Reddy arrives at Chanchalguda Central Jail in Hyderabad; Allu Arjun will be released today between 7-8 am, as per his lawyer. pic.twitter.com/y5pDmjG884
— ANI (@ANI) December 14, 2024
#WATCH | Hyderabad, Telangana: Actor Allu Arjun’s lawyer Ashok Reddy says, ” They received an order copy from High Court but despite that, they didn’t release the accused (Allu Arjun)…they will have to answer…this is illegal detention, we will take legal action…as of now he… pic.twitter.com/1RgdvA4BK4
— ANI (@ANI) December 14, 2024
અલ્લુ અર્જુન સંધ્યા થિયેટરમાં મહિલાના મૃત્યુના કેસમાં ફસાયા
સાઉથ સુપરસ્ટારને ચિક્કડપલ્લી પોલીસે 13 ડિસેમ્બરે તેના ઘરેથી અટકાયતમાં લીધી હતી, જેના ઘણા વીડિયો પણ બહાર આવ્યા હતા. અલ્લુ અર્જુન વિરુદ્ધ BNSની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. અભિનેતાને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો, ત્યારબાદ તે કોર્ટમાં હાજર થયો. સંધ્યા થિયેટરમાં નાસભાગ દરમિયાન મહિલાના મૃત્યુ બાદ તેના પરિવારે અભિનેતા અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ દાખલ કર્યો હતો. અભિનેતા વિરુદ્ધ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 108(1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની 13મી ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2 ધ રૂલ’ના પ્રીમિયર વખતે નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષીય મહિલા રેવતીનું મૃત્યુ થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. મહિલાના મૃત્યુના સંબંધમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી.
પુષ્પા 2નું કલેક્શન
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2 ધ રૂલ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. Sacknilkના રિપોર્ટ અનુસાર, ‘પુષ્પા 2’એ બોક્સ ઓફિસ પર 174.95 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. અલ્લુ અર્જુનની ફિલ્મે હવે ઘરેલુ બોક્સ ઓફિસ પર 762.1 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આ પણ જૂઓ: કર્ણાટકમાં વક્ફ મુદ્દે ભાજપના 2 ધારાસભ્યોનો ‘ખુલ્લો બળવો’, પાર્ટી લાઇનથી હટીને આવું કર્યું