રામ ચરણની બર્થડે પાર્ટીમાં અલ્લૂ અર્જુનનો નાટૂ નાટૂ પર ડાન્સ, વીડિયો વાયરલ


- ફિલ્મ RRR રીલીઝ થયાને 2 વર્ષ થઈ ગયા છે, પરંતુ આ ફિલ્મના ગીત ‘નાટૂ-નાટૂ’નો ફીવર હજુ સુધી લોકો અને સ્ટાર્સના માથેથી ઉતર્યો નથી. વાયરલ વીડિયોમાં અલ્લૂ અર્જુન અને રામ ચરણને ‘નાટૂ-નાટૂ’ પર એકસાથે ડાન્સ કરતા જોઈ શકાય છે.
28 માર્ચ, ગુરૂવારઃ રામ ચરણે 27 માર્ચે 36મો જન્મદિવસ ઉજવ્યો. દરમિયાન, અભિનેતાના પરિવાર અને મિત્રો ઉપરાંત ‘પુષ્પા 2‘ ફેમ અલ્લૂ અર્જુન પણ પાર્ટીમાં મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ વાયરલ વીડિયોમાં અલ્લૂ અર્જુન તેના પિતરાઈ ભાઈ રામ ચરણ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. અલ્લૂ અર્જુન અને રામ ચરણ બંને હાલમાં તેમની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. બીજી તરફ, ફિલ્મ RRR રીલીઝ થયાને 2 વર્ષ થઈ ગયા છે, પરંતુ આ ફિલ્મના ગીત ‘નાટૂ-નાટૂ’નો ફીવર હજુ સુધી લોકો અને સ્ટાર્સના માથેથી ઉતર્યો નથી. રામ ચરણની બર્થડે પાર્ટીમાં અલ્લૂ અર્જુનનો કઝીન સાથે નાટૂ નાટૂ પર ડાન્સનો વીડિયો વાયરલ થયો છે.
નાટૂ-નાટૂ પર રામ ચરણ-અલ્લૂ અર્જુનનો ડાન્સ
અલ્લુ અર્જુને રામ ચરણને બર્થડે વિશ કરતા કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં બંને એક સાથે ‘RRR’ના નાટૂ-નાટૂ પર એકસાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતી વખતે ‘પુષ્પા 2’ એક્ટર અલ્લૂએ રામ ચરણની બર્થડે પાર્ટીની કેટલીક ઝલક બતાવી છે. આ તસવીરમાં અલ્લૂ અર્જુન, કઝીન રામ ચરણ, નિહારિકા કોનિડેલા અને અલ્લૂ શિરીષ સાથે ઓસ્કાર વિનિંગ સોંગ ‘નાટૂ-નાટૂ’ના સ્ટેપ કરતા જોવા મળે છે.
View this post on Instagram
અલ્લુ અર્જુને રામ ચરણ માટે કહી આ વાત
રામ ચરણને શુભેચ્છા પાઠવતા અલ્લૂ અર્જુને વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘મારા સૌથી ખાસ કઝીનને જન્મદિવસની શુભેચ્છા. આપણો પ્રેમ હંમેશા આવો જ રહે. અલ્લૂનો આ વીડિયો લોકોના દિલને સ્પર્શી ગયો છે. લોકોને બંનેનું આ બોન્ડિંગ ખૂબ પસંદ પડી રહ્યું છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં અલ્લુ અર્જુનની ભાભી ઉપાસનાએ લખ્યું છે, ‘ક્યૂટેસ્ટ… સૌથી વધુ ક્યૂટ ભાઈઓની જોડી.’
આ પણ વાંચોઃ સંજય લીલા ભણસાળીની મોસ્ટ અવેઈટેડ સીરીઝ ‘હીરામંડી’ની રીલીઝ ડેટ જાહેર