ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી રોમમાં રોમેન્ટિક બન્યાઃ તસવીરો શેર કરી

Text To Speech
  • સ્નેહા રેડ્ડીએ તેની અલ્લુ અર્જુન સાથેની તસવીરો તેમજ રોમ શહેરની તસવીરો ઇન્સ્ટા સ્ટોરીમાં મુકી હતી. બંનેએ ઇટાલી વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીના લગ્નમાં જતા પહેલા રોમમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કર્યો

અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી બે સુંદર સંતાનો અયાન અને આરહાના પેરેન્ટ્સ છે. તેઓ વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીના લગ્નમાં હાજરી આપવા ઇટાલી પહોંચ્યાં છે. વરુણ અને લાવણ્યાના લગ્ન ટસ્કની, ઇટાલીમાં લગ્ન 1 નવેમ્બરના રોજ યોજાવાના છે. આ દરમિયાન અલ્લુ અર્જુન અને તેની પત્ની સ્નેહા રેડ્ડીએ રોમમાં રોમેન્ટિક રજાઓ માણવાનો મોકો શોધી લીધો હતો. બંનેની રોમેન્ટિક તસવીરો ફેન્સને ખૂબ પસંદ પડી રહી છે. સ્નેહા રેડ્ડીએ તેની અલ્લુ સાથેની તસવીરો તેમજ રોમ શહેરની તસવીરો ઇન્સ્ટા સ્ટોરીમાં મુકી હતી.

અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી રોમમાં રોમેન્ટિક બન્યાઃ તસવીરો શેર કરી Hum dekhenge news

અલ્લુ અર્જુન અને તેની પત્ની સ્નેહા રેડ્ડીએ શેર કર્યું કે તેઓ ટસ્કની જતા પહેલા રોમમાં થોડો ક્વોલિટી ટાઈમ માણી રહ્યા છે. સ્નેહાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર બંનેની રોમન રજાના કેટલાક સુંદર ફોટા શેર કર્યા છે. વરુણ અને લાવણ્યાના લગ્નના પ્રિવેડિંગ ફંકશન આજથી શરૂ થયા છે.

આ દરમિયાન, રામ ચરણ અને ઉપાસના કોનિડેલા છેલ્લા કેટલાક સમયથી ઇટાલીમાં છે. તેમની પુત્રી ક્લિન કારા સાથે તેમની સુંદર રજાઓ માણી રહ્યા છે. તાજેતરમાં, વરુણ અને લાવણ્યા પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, તેઓ તેમના લગ્ન પહેલા ઇટાલી જતા હતા. પવન કલ્યાણ અને તેની પત્ની અન્ના લેઝનેવા, નીતિન અને શાલિની અને પરિવારના અન્ય ઘણા સભ્યો પણ શનિવાર, 28 ઓક્ટોબરના રોજ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ OTT Play Awards: કાજોલ, અનિલ કપૂરથી કાર્તિક આર્યન કોણે કરી કેવી ફેશન?

Back to top button