મંત્રીઓના અંગત મદદનીશ અને સચિવો બાદ હવે બંગલાની ફાળવણી પૂર્ણ, 23 નંબરનો બંગલો કોણે મળશે ?
નવી સરકાર બન્યા પછી મંત્રીઓના ખાતાની ફાળવણી બાદ તેમના નિવાસ્થાન અને બંગલાની ફાળવણી પ્રક્રિયા પણ લગભગ પૂર્ણ થઈ રહી છે. ખાસ વાત એ છેકે એકમાત્ર બંગલો કે જે મંદિરવાળો બંગલો કહેવાય છે તે અને હાલ દેશના ગૃહમંત્રી અને તે સમયના ગુજરતના મંત્રી અમિત શાહ જે બંગલામાં સૌથી વધારે રહ્યા તે પાંચ નંબરનો બંગલો મંત્રી ભાનુબહેન બાબરિયાને ફાળવાયો છે.
મંત્રીઓના નિવાસ્થાનમાં એક નિવાસ્થાન જે બંગલાની હંમેશા ચર્ચા થતી રહે છે તે મેલડી માતાજીની દેરી ત્યાં હોવાથી આ બંગલો મંદિર વાળો બંગલો કહેવાય છે. મંત્રી નીવસમાં પ્રમોશન આપતો 23 નંબરનો બંગલો ખાલી રહયો છે. મુખ્યમંત્રી હાઉસની સામે આવેલ આ 23 નંબરના બંગલામાં સૌથી વધારે લાંબા સમય સુધી વજુભાઈ વાળા રહી ચુક્યા છે.
આજ ઘરમાં રહીને મંત્રી રહેલા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતા. આ બંગલો નવા મંત્રી મંડળમાં કોઈ ફાળવાયો નથી, આ બંગલો હવે કોણે ફાળવાશે તે જોવું રહ્યું. આ નવી ફાળવણીમાં વિજયભાઈ રૂપાણીની સરકારમાં મંત્રી રહેલા 10 સીનીયર મંત્રીઓ કે જે સરકારની નજીક રહ્યા હતા તે તમામના બંગલા ખાલી રખાયા છે.
આ પણ વાંચો : ગુજરાત : મંત્રીઓના અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂંક કરવામાં આવી
અગાઉ વિપક્ષના નેતા ને ફળવાયેલો 7 નંબરનો બંગલો હાલના મંત્રી મુળુભાઈ બેરાને ફાળવાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પહેલી ટર્મમાં મંત્રી રહેલા અને આગલી હરોળના મંત્રીઓ કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, અને મુકેશ પટેલના બંગલા યથાવત રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : શેત્રુંજય પર્વત વિવાદ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મહત્ત્વનું નિવેદન