ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગ

રાજ્યના અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે રૂ.188 કરોડની ફાળવણી

Text To Speech
  • અકસ્માતોની સંખ્યા ઘટે અને માર્ગ સલામતી વધે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનહિતકારી અભિગમ
  • વળાંક સુધારણા-ક્રેશ બેરિયર- સ્પોટ વાઇડનીંગ વગેરે 80 કામો 329 કિલોમીટર લંબાઈમાં રૂ.100 કરોડના ખર્ચે હાથ ધરાશે
  • ફોર લેન-સિક્સ લેન માર્ગો પર રોડ સેફ્ટીને ધ્યાને લઈને એન્‍ટીગ્લેર સિસ્ટમના કુલ 76 કામો 786 કિલોમીટર લંબાઈના માર્ગો પર કરવા માટે રૂ.87.52 કરોડ મંજૂર

ગાંધીનગર, 12 જાન્યુઆરી : મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના માર્ગો પરની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને રૂ.188 કરોડના કામો હાથ ધરવા મંજુરી આપી છે. મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે રૂ.100.53 કરોડ મંજુર કર્યા છે. તદનુસાર વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ, તથા રોડ ફર્નિચર વગેરે કામગીરીના કુલ 80 કામો 328.73 કિલોમીટર લંબાઇના માર્ગો પર હાથ ધરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્‍ટીગ્લેર સિસ્ટમ લગાવવા કુલ 786.41 કિલોમીટરની લંબાઈના માર્ગો પર 76 કામો માટે 87.52 કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે.

આ પણ વાંચો :- રાજકોટમાં INDW vs IREW વચ્ચેના મેચમાં ભારત અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ તોડ્યા આ રેકોર્ડ

Back to top button