ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ધૂળ-માટીના કારણે થઇ રહી છે એલર્જી? અપનાવો આ ઉપાય

  • વાતાવરણમાં રહેલા ધુળ, માટીના કણો નાક કે મોં વાટે શરીરમાં પ્રવેશે છે
  • વ્યક્તિની ઇમ્યુનિટી લો હોય છે ત્યારે તે બેક્ટેરિયા સામે ખુદની રક્ષા કરી શકતી નથી
  • ઘરની બહાર જ નહીં, પરંતુ ઘરની અંદર પણ ડસ્ટ એલર્જી થઇ શકે છે

જો તમને ધુળ અને માટીના કારણે સતત છીંક આવવા લાગતી હોય અથવા તો શ્વાસ લેવામાં પરેશાનીનો સામનો કરવો પડતો હોય તો તમે ડસ્ટ એલર્જીથી પીડિત છો. ધુળ, માટી અને પ્રદુષણના કણોમાં અનેક પ્રકારના બેક્ટેરિયા મળી આવે છે. જે વ્યક્તિના મોં કે નાકથી શરીરમાં પ્રવેશે છે. ડસ્ટ એલર્જીનું સૌથી મોટુ કારણ તેના કણ છે, જેને ડસ્ટ માઇટ્સ પણ કહેવાય છે. વ્યક્તિની ઇમ્યુનિટી જ્યારે આ બેક્ટેરિયા સામે ખુદની સુરક્ષા કરી શકતી નથી, ત્યારે તે ડસ્ટ એલર્જીનો શિકાર થાય છે. ચિંતાની વાત તો એ છે કે વ્યક્તિને ડસ્ટ એલર્જી ઘરની બહાર નહીં, ઘરની અંદર પણ થઇ શકે છે. આવો જાણીએ ડસ્ટ એલર્જીના લક્ષણ અને તેનાથી બચવાના ઉપાય

ડસ્ટ એલર્જીના લક્ષણ

  • વારંવાર છીંક આવવી
  • સ્કીનમાં ખંજવાળ આવવી
  • શ્વાસ લેવામાં પરેશાની
  • ખાંસીની સમસ્યા
  • થાક અને નબળાઇ
  • આંખોમાં સોજો

ડસ્ટ એલર્જીથી બચવાના ઉપાય

ધૂળ-માટીના કારણે થઇ રહી છે એલર્જી? અપનાવો આ ઉપાય hum dekhenge news

બેડશીટ અને તકિયાના કવર ચેન્જ કરો

તમારી બેડશીટ પર ડસ્ટ એલર્જી ફેલાવનાર બેક્ટેરિયા હંમેશા હોય છે. તેથી એલર્જીથી બચવા માટે બેડશીટ અને તકિયાના કવર બદલતા રહો.

ગંદા કપડાને ગરમ પાણીમાં ધુઓ

ડસ્ટ એલર્જીથી ખુદને બચાવવા માટે બેડની ચાદર અને ગંદા કપડા ગરમ પાણીમાં ધુઓ. આમ કરવાથી ચાદર અને કપડામાં રહેલા બીમાર પાડનારા બેક્ટેરિયા તરત મરી જાય છે. કપડાને તડકામાં સુકવો

ધૂળ-માટીના કારણે થઇ રહી છે એલર્જી? અપનાવો આ ઉપાય hum dekhenge news

મધનો ઉપયોગ

ધુળ-માટીથી થતી એલર્જીથી બચવા માટે તમને મધ મદદરૂપ થઇ શકે છે. મધમાં એલર્જી દુર કરવાના ગુણ હોય છે. આ ઉપાયને કરવા માટે તમે ગરમ પાણીમાં એક ચમચી મધ નાંખીને પી શકો છો.

સ્ટ્રીટ ફુડ ખાવાથી બચો

ડસ્ટ એલર્જીથી બચવા માટે તમારે રસ્તામાં મળતુ સ્ટ્રીટ ફુડ ખાવાથી બચવુ જોઇએ. કેમકે ખુલ્લી જગ્યામાં રાખેલા ખોરાકમાં બેક્ટેરિયા ઉદ્ભવે છે. તે તમને ડસ્ટ એલર્જીની સાથે સાથે ફુડ પોઇઝનિંગનો શિકાર પણ બનાવી શકે છે.

ધૂળ-માટીના કારણે થઇ રહી છે એલર્જી? અપનાવો આ ઉપાય hum dekhenge news

એપલ વિનેગરનો ઉપયોગ કરો

ડસ્ટથી થતી એલર્જીથી દુર રહેવા માટે તમે એપલ વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, તે ડસ્ટ એલર્જીથી બચવામાં મદદ કરે છે. તમે સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એપલ વિનેગર મિક્સ કરીને પી શકો છો.

વિટામીન્સને ડાયેટમાં કરો સામેલ

જો તમે ડસ્ટે એલર્જીથી બચવા ઇચ્છતા હો તો તમારે સોથી પહેલા તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરવા પર ધ્યાન આપવુ પડશે. આ માટે તમારે આહારમાં પપૈયુ, લીંબુ, તરબૂચ, નારંગી જેવા વિટામીન સી, વિટામીન ઇ રિચ ફુડને સામેલ કરવા પડશે.

આ પણ વાંચોઃ પરિવાર સાથે સમય વિતાવવાના મળશે ગજબ ફાયદાઃ બદલાશે પર્સનાલિટી

Back to top button