ધૂળ-માટી અને પ્રદૂષણથી થાય છે એલર્જી? તો અપનાવો આ ઉપાય
- ઠંડીની સીઝન શરૂ થવાની સાથે સાથે મોટાભાગના લોકોને ધૂળ-માટીની એલર્જી થવા લાગે છે. આ કારણથી શરદી-ખાંસી થાય છે. જો તમારી સાથે પણ આમ થાય છે તો આ આયુર્વેદિક ઉપાય તમારી મદદ કરશે.
હવામાન બદલાવાની શરૂઆત થઇ ચુકી છે. નવેમ્બર મહિનો શરૂ થાય અને લોકોને સવારે અને મોડી રાતે હળવી ઠંડીનો અહેસાસ થવા લાગે છે. બીજી બાજુ દિલ્હી સહિત નોર્થના શહેરોમાં વાયુપ્રદુષણનું સ્તર સતત વધતું જાય છે. આ કારણે લોકોનું શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. પ્રદૂષણના કારણે ચારેય બાજુ ધૂળની ચાદર છવાઈ જાય છે. ઘણા લોકોને આ ધૂળના લીધે એલર્જીની સમસ્યા થાય છે. આ કારણે તેમને વારંવાર ખાંસી અને છીંક આવે છે. જો તમે પણ આ સીઝનમાં છુટકારો મેળવવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસખા ટ્રાય કરી શકો છો.
મધનું સેવન કરો
મધ તેના ગુણોના લીધે ઘણી બીમારીઓ દૂર કરવામાં મદદ કરે છે. ધૂળની એલર્જીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે મધનો ઉપયોગ કરી શકો છો. તેથી રોજ બે ચમચી મધનું સેવન કરો. તેનાથી એલર્જીની સમસ્યાથી બચી શકાય છે.
હળદર વાળું દુધ
આપણા રસોડામાં કોઇ પણ વસ્તુ બનાવવા માટે હળદરનો ઉપયોગ થતો હોય છે. તે કોઇ પણ ઘાને ઠીક કરવામાં પણ મદદ કરે છે. હળદરમાં ઔષધીય ગુણો હોવાના કારણે ઘણી બિમારીઓ માટે રામબાણ ઈલાજ છે. હળદરને દુધ સાથે પીવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. જો તમને ધૂળ-માટીથી એલર્જીની સમસ્યા છે તો તમારે હળદરવાળા દુધનું સેવન કરવું જોઇએ. એક કપ ગરમ દુધમાં અડધી ચમચી હળદર નાંખીને પીવાથી એલર્જીની સમસ્યા દૂર થાય છે અને ઈમ્યુનિટી મજબૂત બને છે.
ગ્રીન ટી પીવો
ગ્રીન ટી વજન ઘટાડવાથી લઈને અનેક બિમારીઓ સામે રક્ષણ આપે છે. મેટાબોલિઝમ સ્ટ્રોંગ કરવાની સાથે સાથે તે એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર છે, તેથી તે ધૂળ-માટીથી થતી એલર્જીથી રાહત આપી શકે છે. જો તમને ધૂળ-માટીથી એલર્જી હોય તો ગ્રીન ટી જરૂર પીવો.
ફુદીનાની ચા પીવો
ધૂળ-માટીથી રાહત મેળવવા માટે તમે ફુદીનાની ચા પી શકો છો. આ ચાને બનાવવા માટે એક કપ ગરમ પાણીમાં એક ચમચી ફુદીનાના પાંદડા અને મધ મિક્સ કરીને ઉકાળો. ફૂદીનામાં ડિકોન્ગેસ્ટેંટ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોવાના કારણે એલર્જીની સમસ્યા જેમકે શરદી-ખાંસી, ગળામાં દુખાવાથી રાહત મળે છે.
ગાયનું ઘી નાકમાં નાંખો
જો તમે ધૂળથી થતી એલર્જીથી પરેશાન હો તો ગાયનું ઘી તમારી મદદ કરી શકે છે. રોજ સવારે તમે ગાયના શુદ્ધ ઘીના બે ટીપા નાકમાં નાંખો, તેનાથી એલર્જીની સમસ્યાને ઘટાડી શકાય છે. ગાયનું ઘી છીંકો, ખાંસી અને નાકમાંથી પાણી નીકળવાના લક્ષણોને રોકવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ નહીં રડાવે ડુંગળીના ભાવ, કેન્દ્ર સરકારે શરુ કર્યું છૂટક વેચાણ