દિશા પટાની સાથેના અફેર પર કથિત બોયફ્રેન્ડ એલેક્સે તોડી ચૂપ્પી : કહ્યું – અમે સાથે રહેતા હતા, પણ…..

ટાઈગર શ્રોફ અને દિશા પટાનીના બ્રેકઅપ બાદ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતુ કે દિશા તેના જ જીમ પાર્ટનર એલેક્ઝાન્ડર એલેક્સ એલિકને ડેટ કરી રહી છે, કારણ કે જ્યારે ટાઈગર અને દિશાનું બ્રેકઅપ થયુ તેના બીજા દિવસે જ એલેક્સે તેના સોશિયલ મીડિયાની પોસ્ટ પર તે બંનેનો ફોટો પોસ્ટ કર્યો હતો, જે ખૂબ વાયરલ થયો હતો. હવે, તાજેતરમાં ખુદ એલેક્સે એક ઈન્ટરવ્યૂ દરમ્યાન આ વાતની ચૂપ્પી તોડી છે.
આ પણ વાંચો : બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીના પિતા જોડાશે રાજકારણમાં…

દિશા મારી રુમેમેટ રહી ચૂકી છે : એલેક્સ
ઈન્ટરવ્યૂ દરમ્યાન એલેક્સે જણાવ્યુ હતુ કે, ‘મેં મારા કરિયરની શરુઆત મોડેલિંગથી કરી હતી અને ત્યાર પછી એક્ટિંગની ફિલ્ડમાં મેં પગ મૂક્યો હતો, ત્યારે મારા કરિયરની શરુઆતના દિવસોમાં જ મારી મુલાકાત દિશા સાથે થઈ હતી, તે સમયે તે પણ મારી જેમ જ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. ત્યારબાદ અમે સારા મિત્રો બન્યા અને 2015માં અમે સાથે એક એજન્સીમાં કામ કરતા હતા, તે દરમ્યાન અમે સાથે રહેતા હતા, એટલે કે બીજા 4-5 મોડલ્સની સાથે અમે એક જ ફ્લેટમાં રહેતા હતા. આ સિવાય અમને બંને ફિટનેસને લઈને ઘણાં ગંભીર હતા, તેથી સાથે જીમ પણ જતા. ઉપરાંત અમે ઘણાં નાઈટઆઉટસ્ અને હેંગઆઉટસ્ કરેલા છે. તેથી અમે બંને જલ્દી એકબીજાનો ઈમોશનલ સપોર્ટ બની ગયા હતા. અમે માત્ર સારા મિત્રો છીએ, દિશા મારા માટે પરિવાર જેવી છે, તેને હું પરિવારથી અલગ ગણી શકતો નથી.’
અમે એકબીજાનો ઈમોશનલ સપોર્ટ આપીએ છીએ : એલેક્સ
આ સિવાય એલેક્સે આગળ જણાવ્યુ હતુ કે, ‘અમે એકબીજાનો ઈમોશનલ સપોર્ટ છીએ, તેથી જ્યારે જ્યારે અમે ઉદાસ હોઈએ છીએ, ત્યારે ત્યારે અમે એકબીજા સાથે સમય પસાર કરીએ છીએ. આ સિવાય હું ફક્ત દિશાને જ જાણું છું એવુ નથી, હું ટાઈગર અને કૃષ્ણાને પણ સારી રીતે જાણું છું. અમે બધા સારા મિત્રો છીએ. હું ટાઈગર અને દિશાનો ઘણો અંગત છું અમે સાથે હેન્ગઆઉટ્સ કરેલા છે. તેથી એ તદ્દન અફવા છે કે હું અને દિશા રિલેશનશીપમાં છીએ.’

ટાઈગર સાથેના બ્રેકઅપ વિશે શું કહ્યું ?
આ ઉપરાંત ટાઈગર અને દિશાના બ્રેકઅપના સવાલ પર એલેક્સે કહ્યું હતુ કે, ‘હું કોણ હોવ છું, તેમના રિલેશન પર કહેવાવાળો, એ દિશા અને ટાઈગરની વચ્ચેનો પર્સનલ મામલો છે. અમે બધા આજે પણ સારા મિત્રો છીએ અને રહીશું.’ આ સિવાય પોતાના કામ વિશે વાત કરતા એલેક્સે એ કહ્યું,’ કે, તેને મોડલિંગથી વધારે ફિલ્મોમાં વધુ રસ છે. તેણે ઘણા મ્યુઝિક કમ્પોઝ કર્યા છે, અને ઘણી સિરીયલ્સમાં પણ કામ કર્યુ છે. આ સિવાય આ વર્ષે જ તેનો એક વેબ શો પણ રિલીઝ થયો છે.’