અરવલ્લી જિલ્લાના માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ
મોડાસા, 25 ઓક્ટોબર : ગુજરાતમાં દિવસે દિવસે અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો વધતાં જઈ રહ્યાં છે. દરમિયાન હવે થોડા સમય પહેલાં જ નવા બનેલા અરવલ્લી જિલ્લામાં હવે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવા આક્ષેપ થઈ રહ્યાં છે. મોડાસા પંથકમાં રહેતાં એક અરજદાર દ્વારા જિલ્લાના માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે.
મોડાસાના એક નાના ગામમાં રહેતાં અરજદારે મુખ્યમંત્રી તેમજ તેને લગત તમામ વિભાગોને ઉલ્લેખી એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં અરજદારનો આક્ષેપ છે કે, અહીં માર્ગ અને મકાન વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા દેવાંગ પટેલ અને મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા વિરલભાઈ પટેલ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. તેમણે પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી કરોડોની મિલકત એકઠી કરી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યાં છે.
અહીં અરજદાર દ્વારા નીચે મુજબના આક્ષેપોની રજુઆત કરવામાં આવી છે.
(૧) સરકારી ડામર પ્લાન્ટ (સીમલી) થી ૧૦૦ કરોડનાં ડામરના કામો કરવામાં આવ્યા જેમાં ઉપયોગમાં લેવાતી મશીનરી રોલર, ડમ્પર, ડીઝલ, ગાડીઓ, પેવર અને મજુરોની અલગથી એજન્સીઓ રોકી મોટા પાયે ગેરરીતી કરી ૧૦૦ રૂપિયાના ખર્ચ સામે ૧૨૫ નો ખર્ચ પાડી ચુકવણી કરેલ છે જેની તટસ્થ તપાસ થાય તો કરોડો રૂપિયાનો ભષ્ટ્રાચાર બહાર આવે
આ સરકારી ડામરના પ્લાન્ટથી કરવામાં આવેલા કામમાં ડામર સપ્લાય મહાવીર કોર્પોરેશન વડોદરાથી ડામરની ગાડીઓ સરકારી પ્લાન્ટે આવવા નીકળે છે પરંતુ પ્લાન્ટ ઉપર પહોંચતી નથી. બારોબાર ખાનગી એજન્સીઓને આ ડામર વેચી દેવામાં આવે છે જેના પ્લાન્ટના સી.સી.ટી.વી. ચેક કરવામાં આવે અને તટસ્થ તપાસ કરવામાં આવે તો આ કૌભાડનો કરોડો રૂપિયાનો ભષ્ટ્રાચાર બહાર આવે તેમ છે. જેનુ સંચાલન નાયબ કાર્યપાલક ઈજનેર તથા મદદનીશ ઈજનેર દ્વારા ચલાવવામાં આવે છે.
(૨) માર્ગ અને મકાન વિભાગ (રાજય) પેટા વિભાગ મોડાસા માં સરકારમાંથી ૧૦૦ કરોડના રોડના કામો મંજુર થઈને આવ્યા છે તેમાં ટેન્ડર પ્રક્રિયા ન કરીને વિભાગ દારા જ કામો કરાવીને સરકારની તિજોરીનાં કરોડો રૂપિયાનુ નુકશાન પોતાના હિત માટે કરી રહયા છે.
(૩) અત્યારે નિર્માણાધીન ધનસુરા- હરસોલ રોડમાં કાચા કામમાં નાળા તથા બ્રીજ ના કામોમાં મોટા પાયે ચોરી કરી ખોટા બીલો લખી ભષ્ટ્રાચાર કરવામાં આવી રહયો છે તેમજ આ રોડ ઉપર ડામર કામમાં નબળી ગુણવત્તાનો મટીરીયલ વાપરી ડામર કામ કરવામાં આવેલ છે જે અમારી જાણ મુજબ કવોલીટી દ્વારા આ રોડની બે વાર વીઝીટમાં ડામરના સેમ્પલ બે વાર ફેઈલ હોવા છતાં નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ મદદનીશ ઈજનેરે બીલો લખી ચુકવણું કરવામાં આવે છે જેની તપાસ થાય તો પણ મોટા પાયે ભષ્ટ્રાચાર બહાર આવે તેમ છે.
(૪) અત્યારે નિર્માણાધીન મોડાસા-રાજેનદનગર રોડમાં મટીરીયલ નબળી ગુણવત્તાનુ વાપરવામાં આવી રહયુ છે તેમજ કાચા કામમાં નાળા, બ્રીજ ના માર્પોમાં મોટાપાયે ચોરી કરી ખોટા બીલો લખવામાં આવી રહ્યા છે.જેની તપાસ થાય તો મોટા પાયે ભષ્ટ્રાચાર નીકળશે.
(૫) સરકારી ડામર પ્લાન્ટ પરથી કપચી, મેટલ, ગ્રીટ સપ્લાય કરનાર એજન્સી મદદનીશ ઈજનેરના સગા-સબંધી તેમજ મિત્ર વર્તુળ જોડેથી હલકી ગુણવત્તાનુ મટેરીયલ વાપરી તેમજ મટેરીટલમાં મોટા પ્રમાણમાં ચોરી કરી કરોડો રૂપિયાનુ ભષ્ટ્રાચાર કરવામાં આવી રહયુ છે.
(૬) મોડાસા પેટા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ (રાજય) એસ.આર. (બિલ્ડીંગ) ત્રણ-ત્રણ લાખના જોબ નંબર છેલ્લા પાંચ વર્ષમાં આવ્યા છે. સ્થળ ઉપર તપાસ કરવામાં આવે તો એક પણ કામ થયુ નથી અને તેની જગ્યાએ આ કામ અન્ય પોતાની ખાનગી જગ્યામાં કરાવવામાં આવેલ છે. આ સમગ્ર એજન્સીઓ પોતાના મિત્ર વર્તુળ, સગા સંબંધી ઉપર ખર્ચ ઉધારવામાં આવે છે. જેની તટસ્થ તપાસ થાય તો કરોડોના ભષ્ટ્રાચાર બહાર નીકળશે.
(૭) સને ૨૦૨૦માં રૂા. ૯ કરોડના ખર્ચે સર્કીટ હાઉસ બનાવવામાં આવેલ છે જેમાં છેઠમા ચાર વર્ષમાં રીપેરીંગના નામે આ અધિકારીઓ દ્વારા રૂપિયા ૪ કરોડના બીલો કાઢવામાં આવેલ છે. ફર્નીચર,કલર, પ્લમબીંગ, લાઈટ ફોટીંગની એજન્સીઓ જોડે પોતાના ખાનગી બંગલામાં, ફાર્મ હાઉસમાં કામો કરાવી તેનું બીલોનો ખર્ચ માર્ગ અને મકાન વિભાગ (રાજય)માં પાડી ઉધારવામાં આવે છે.
(૮) માર્ગ અને મકાન વિભાગ (રાજય) પેટા વિભાગ મોડાસા કરન્ટ રીપેરીંગ (સી.આર.૩૦૫૪) ના કામો કર્યા વગર છેલ્લા પાંચ વર્ષમાં રીપેરીંગ કર્યા વગર તેમના મળતીયા, સગા સબંધીઓની એજન્સી ઉપર ૨૦ કરોડથી પણ વધુના બીલો કાઢી ભષ્ટ્રાચાર કરવામાં આવેલ છે તેમજ જે રોડ અને બિલ્ડીંગ ઉપર આ ખર્ચ પાડવામાં આવ્યો છે તે રોડ અને બિલ્ડીંગ તો ગેરન્ટી પીરીયડમાં છે.
(૯) માર્ગ અને મકાન વિભાગ (રાજય) ના પેટા વિભાગ મોડાસા રોડ તેમજ બિલ્ડીંગ તેમજ બ્રીજ સર્વેના નામે ૨૦ કરોડના બીલો પોતાના મળતીયાઓને એજન્સીઓ ઉપર કાઢવામાં આવેલ છે જેની તટસ્થ તપાસ થાય.
મિલ્કતોની વિગત :-
(1) નાયબ કાર્યપાલક ઈજનેર દેવાંગ પટેલની સંપત્તિ :
(૧) અમદાવાદ ઈસ્કોન બ્રીજની બાજુમાં પ્રહલાદ નગરમાં રૂા. ૧૦ કરોડનો બંગલો
(૨) મોડાસા તાલુકાના વાટંડા ટોલટેક્ષ નજીક ૧૪ વિદ્યાનો ફાર્મ હાઉસ.આ ફાર્મ હાઉસમાં ફર્નીચર, રીપેરીંગ, કમ્પાઉન્ડ વોલ ૩ થી ૪ કરોડનો ખર્ચ ચાલુ નોકરી કાર્યકાળમાં.
(૩) દહેગામ-અમદાવાદ રોડ ઉપર ૩૦ થી ૩૫ વિદ્યા જમીન ચાલુ નોકરી કાર્યકાળમાં
(૨) મદદનીશ ઈજનેર વિરલ પટેલની સંપત્તિ :-
(૧) મોડાસા ગેબી નજીક રૂા. ૩ કરોડનો બંગલો જેમાં ફર્નીચર કામગીરી માર્ગ અને મકાન વિભાગ (રાજય) માં કામ કરતી એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ.
(૨) મોડાસા ગેબી બાયપાસ રોડે ત્રણ વર્ષ પહેલા ચાલુ નોકરીના કાર્યકાળમાં ૨૦ કરોડની ૧૦ વિઘા જમીન લેવામાં આવી.
(૩) ધનસુરા તાલુકાના સુકા વોટંડા ગામે ૭૦ વિઘા જમીન ચાલુ નોકરીના કાર્યકાળમાં લેવામાં આવી.
(૪) ધનસુરા તાલુકાના શીકાકંપા જોડે ૩૫ વિઘા જમીન નોકરીના કાર્યકાળ વખતે લેવામાં આવી.
ઉપરોકત આ બન્ને અધિકારીઓએ વાર્ષિક મિલ્કત પત્રકમાં મિલ્કતો દર્શાવેલ નથી તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર ૬ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહયા છે અને હાલ કાર્યપાલક ઈજનેરના ચાર્જમાં છે. તેમજ મદદનીશ ઈજનેર છેલ્લા આઠ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહયા છે. આ સમયગાળામાં કરોડો રૂપિયાનો ભષ્ટ્રાચાર આચરવામાં આવેલ છે અને તેની સામે અપ્રમાણસર મિલ્કત બનાવેલ છે.
અમારી ઉપરોકત રજુઆતોને ધ્યાને લઈ તટસ્થ રીતે નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી દેવાંગભાઈ પટેલ તેમજ મદદનીશ ઈજનેરશ્રી વિરલભાઈ પટેલ સામે ખાતાકીય તપાસ તેમજ તેમની દેખરેખ હેઠળના તમામ કામોની તેમજ એજન્સીઓની તટસ્થ રીતે તપાસ કરી સત્વરે કાયદેસર કાર્યવાહી કરવા આપ સાહેબને નમ્ર અરજ છે.