અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદમાં AMC જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ, પરીક્ષાર્થીઓનો હોબાળો

  • AMCની 714 જુનિયર ક્લાર્કની ભરતી માટે શહેરના 300થી વધુ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું

અમદાવાદ, 25 નવેમ્બર: ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. AMCની 714 જુનિયર ક્લાર્કની ભરતી માટે 24 નવેમ્બરને રવિવારે શહેરના 300થી વધુ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંથી એક કેન્દ્ર એવા સરખેજ કુવૈસ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં AMC જુનિયર કલાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો ઉમેદવારોએ દાવો કર્યો છે. આ ઉપરાંત પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ-અલગ આવતા ઉમેદવારો દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. AMCના ફરજ પરના અધિકારી દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ પરીક્ષાર્થીઓએ કરેલા હોબાળાના વીડિયો સાથે ટ્વીટ કર્યો છે.

 

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વીડિયો શેર કર્યો

વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાએ સોશિયલ મીડિયા પર પ્લેટફોમ ‘X’ પર કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હંગામાનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘આજે રવિવારે AMC જુનિયર કલાર્ક પરીક્ષાનું પેપર હતું. પેપર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. પેપરનો સમય 12:30નો હોવા છતાં આ પરીક્ષા શરૂ થઈ નહીં.’

કોઈ પેપર ફૂટ્યુ નથી: AMC અધિકારી

શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કરી હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું કોઈ પેપર ફૂટ્યું નથી. સરખેજમાં એક પ્રાથમિક શાળાના સેન્ટર ઉપર બે-ચાર વિદ્યાર્થી દ્વારા OMR શીટ (આન્સર સહિત)ના નંબરને લઈને હંગામો કરવામાં આવ્યો હતો.

આ પણ જૂઓ: વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી ઠાકોરની જીતઃ જાણો આંકડા અને માર્જિન

Back to top button