સુરતમાં શિક્ષણ મામલે પરીક્ષા સહિત સર્ટિફિકેટમાં કૌભાંડનો આક્ષેપ
- મોટા પ્રમાણમાં બોગસ પ્રવેશ અપાયાનો સીધો આરોપ
- VNSGUના પુર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારીએ આક્ષેપ કર્યા
- બસોમાં ભરીને વિદ્યાર્થીઓને ગાંધીનગર લઈ જવાયા હતા
સુરતમાં શિક્ષણ મામલે પરીક્ષા સહિત સર્ટિફિકેટમાં કૌભાંડનો આક્ષેપ છે. જેમાં BCA, BBA, MBA, B.Scમાં બોગસ પ્રવેશ અપાયાનો આરોપ છે. તેમાં પૂર્વ સેનેટ, સિન્ડિકેટ સભ્યના ગંભીર આક્ષેપ સામે આવતા ચકચાર મચી છે. રાજ્યમાં પેપર લીક થવા, બોગસ સર્ટી બનાવવા જેવી અનેક બાબાતો આમ બનતી હોય તેવું લાગી રહ્યું છે. પ્રશાસનના નાક નીચેથી અમુક વચેટીયાઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. તેવામાં એક એવો બનાવ સામે આવ્યો છે જે સુરતનો છે.
સુરત શહેરમાં શિક્ષણમાં હવે ગોબચારી વધી રહી છે
સુરત શહેરમાં શિક્ષણમાં હવે ગોબચારી વધી રહી છે, વીર નર્મદ યુનિવર્સીટીના પુર્વ સેનેટ સભ્ય દ્વારા ગંભીર આરોપ સાથે પુરાવા ભેગા કરવામાં આવ્યા છે. VNSGU ના પુર્વ સેનેટ સભ્ય છે ભાવેશ રબારી અને એમના દ્વારા આરોપ કરવામાં આવ્યા છે કે B.C.A., B.B.A., M.B.A., B.Sc. IT અને Diploma Engineeringના કોર્સમાં અને પરીક્ષા સહિત સર્ટિફિકેટમાં કૌભાંડ ચાલી રહ્યું છે. મોટા પ્રમાણમાં બોગસ પ્રવેશ અપાયાનો સીધા આરોપ સાથે ગુજરાતના રાજ્યપાલને ફરિયાદ અને એ જ ફરિયાદ VNSGUના કુલપતિને પણ કરવામાં આવી છે.
બસોમાં ભરીને વિદ્યાર્થીઓને ગાંધીનગર લઈ જવાયા હતા
સુરતના પુણા નજીક આવેલી ક્રિએટીવ, સનરાઈઝ અને અન્ય બોગસ સ્ટડી સેન્ટરો સામે આરોપ કરવામાં આવ્યા છે કે આખે આખો ખેલ કરવામાં આવી રહ્યો છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે તાત્કાલીક કડક કાર્યવાહી કરવામાં આવે. ક્રિએટિવ નામની બોગસ સ્ટડી સેન્ટરમાંથી રાત્રે બસ નીકળી હતી અને આ બસોમાં ભરીને વિદ્યાર્થીઓને ગાંધીનગર લઈ જવાયા હતા અને ગાંધીનગરની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન નામની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં લઈ જવાયા બાદ પરીક્ષા આપવામાં આવી હતી એવો ગંભીર આરોપ કરવામાં આવ્યો છે.