ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અલ્હાબાદ યુનિ. હોસ્ટેલમાં બોમ્બ બનાવતી વખતે વિદ્યાર્થી ઘાયલ

  • PCB હોસ્ટેલના રૂમ નંબર 68માં વિદ્યાર્થી બનાવી રહ્યો હતો બોમ્બ
  • બોમ્બ બનાવટી વખતે વિસ્ફોટ થતાં વિદ્યાર્થીના હાથનો પંજો ઉડી ગયો !
  • વિદ્યાર્થીને છાતી અને ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી

અલ્હાબાદ, 14 ડિસેમ્બર : ઉત્તર પ્રદેશમાં આવેલી અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીની પી.સી. બેનર્જી (PCB) હોસ્ટેલના રૂમ નંબર 68માં બુધવારે સાંજે બોમ્બ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટને કારણે પ્રભાત નામનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેના જમણા હાથનો પંજો ઉડી ગયો હતો તેમજ તેની છાતી અને ચહેરા પર ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુનિવર્સિટી પ્રશાસનની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. વિદ્યાર્થી PCBના આ રૂમ પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહેતો હતો. કર્નલગંજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી હતી. ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થી હોસ્ટેલમાં બનાવી રહ્યો હતો બોમ્બ !

બોમ્બ વિસ્ફોટ થયાં બાદ આજુબાજુમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિદ્યાર્થીઓની મદદથી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. કેટલાક અહેવાલો અનુસાર, પી.સી.બેનર્જી હોસ્ટેલમાં રહેતો એક વિદ્યાર્થી બુધવારે કથિત રીતે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટને કારણે તેના જમણા હાથ પર ગંભીર રીતે ઘાયલ થયો હતો.

સમગ્ર બનાવ વિશે પોલીસે શું કહ્યું?

આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (શિવકુટી) રાજેશ કુમાર યાદવે જણાવ્યું હતું કે, “અલ્હાબાદ યુનિવર્સિટીમાં MAનો પ્રભાત યાદવ નામનો વિદ્યાર્થી પી.સી. બેનર્જી હોસ્ટેલમાં રહે છે. બુધવારે સાંજે તે બોમ્બ બનાવી રહ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ થતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે. ફરિયાદના આધારે પોલીસ પ્રભાત યાદવ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધશે. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે.” ઉલ્લેખનીય છે કે, અલાહાબાદ યુનિવર્સિટીમાં ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. ઘણા વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા હોસ્ટેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આરોપ છે.

આ પણ જાણો :લોકસભામાં ‘સ્મોક એટેક’ કરનાર સોશિયલ મીડિયા દ્વારા મળ્યા હતા

Back to top button