ધાર્મિક સ્થળ પ્રાર્થના કરવા માટે હોય છે: મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવવાની માગ કરતી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી
લખનઉ, 25 જાન્યુઆરી 2025: અલ્હાબાદ હાઈકોર્ટે એક મસ્જિદ પર લાઉડસ્પીકર લગાવવાની મંજૂરી આપવાના રાજ્યના અધિકારીઓના નિર્દેશ આપવાની માગવાળી અરજી ફગાવી દીધી છે. પીલીભીત જિલ્લાના મુખ્તિયાર અહમદની અરજી ફગાવતા ન્યાયમૂર્તિ અશ્વની કુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ ડી. રમેશની પીઠે કહ્યું કે, ધાર્મિક સ્થળ પ્રાર્થના માટે હોય છે અને લાઉડસ્પીકરનો ઉપયોગનો અધિકાર તરીકે દાવો ન કરી શકાય. ખાસ કરીને ત્યારે જ્યારે લાઉડસ્પીકર હંમેશા ત્યાં રહેતા લોકો માટે અડચણરુપ હોય.
સુનાવણી દરમ્યાન રાજ્ય સરકારના વકીલે આ રિટ અરજીની પોષણીયતા પર એ કહેતા વાંધો ઉઠાવ્યો કે, અરજીકર્તા ન તો મસ્જિદના દેખરેખ કરનારા છે ન તો મસ્જિદ સાથે જોડાયેલ છે. રાજ્ય સરકારના વકીલની દલલીમાં દમ જોતા કોર્ટે કહ્યું કે, અરજીકર્તાને આ રિટ અરજી દાખલ કરવાનો અધિકાર નથી.
લાઉડસ્પીકર વગાડવું મૌલિક અધિકાર નથી
આ અગાઉ મે 2022માં અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું હતું કે, હવે કાયદામાં એ જોગવાઈ થઈ ગઈ છે કે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર વગાડવાનો મૌલિક અધિકાર નથી. એટલા માટે અરજીકર્તાને રાહત આપી શકાય નહીં. તેના આધાર પર આ મામલામાં પણ કોર્ટે અરજીકર્તાને રાહત આપવાની ના પાડી દીધી હતી.
આ પણ વાંચો: સજા પુરી થયા બાદ પણ પાકિસ્તાને દયા ન દાખવી, ભારતીય માછીમારનું કરાચીની જેલમાં મૃત્યુ