તમારા બધા આદેશો ગેરબંધારણીય, રાજકીય રીતે પ્રેરીત : દિલ્હીના LG ઉપર સણસણતો આક્ષેપ


દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચે વિવાદ વધી રહ્યો છે. હવે દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એલજી વી.કે સક્સેનાને પત્ર લખીને તેમના પર મોટો આરોપ લગાવ્યો છે કે તેમના તમામ આદેશો રાજનીતિથી પ્રેરિત છે. મનીષ સિસોદિયાએ લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને લખેલા પત્રમાં કહ્યું છે કે એલજી ચૂંટાયેલી સરકારને બાયપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તમામ તપાસ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. એલજીને સંબોધતા તેમણે કહ્યું કે તમને જમીન, પોલીસ, જાહેર વ્યવસ્થા અને સેવાઓ સિવાય અન્ય કોઈ પણ બાબતમાં આદેશ આપવાનો અધિકાર નથી. તમારા બધા ઓર્ડર રાજકીય પ્રેરિત છે. તેમણે દાવો કર્યો કે અત્યાર સુધીની કોઈપણ તપાસમાં કંઈ બહાર આવ્યું નથી. હું તમને બંધારણ મુજબ કામ કરવા વિનંતી કરું છું.
આ પણ વાંચો : એડીશનલ કમિશ્નર IRS અધિકારી લાંચ લેતાં ઝડપાયા : ACBની પકડમાંથી ધક્કામુક્કી કરી નાસી ગયાં
આ પણ વાંચો : ભારતીય નૌસેનાએ ઝડપ્યું 1000 કરોડનું ડ્રગ્સ