‘બધા નરભક્ષી હતા, મને ખાઈ ગયા હોત…’, અમેરિકામાં એક શખ્સે પોતાના પરિવારજનોની કરી હત્યા!
અમેરિકામાં એક કિશોરે તેના ભાઈ અને માતા-પિતાની જ હત્યા કરી નાંખી. કારણ કે તેના પરિવારજનો તે કિશોરને મારીને ખાવાનું આયોજન કરી રહ્યા હતા. એક અહેવાલ અનુસાર, પોલીસે જણાવ્યું કે ટેક્સાસમાં એક 18 વર્ષના છોકરાની તેના જ પરિવારની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કહ્યું કે “તેણે એટલા માટે પરિવારની હત્યા કરી કારણ કે તેઓ નરભક્ષી હતા” અને “તેઓ તેને મારીને ખાઈ જવા માંગતા હતા” તેથી તેણે હત્યા કરી.
પોલીસે હત્યારાને ઝડપ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે અધિકારીઓને માહિતી મળી હતી કે એક વ્યક્તિ તેના પરિવારને નુકસાન પહોંચાડી રહ્યો છે અને પોતાને જ મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. એપી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, પોલીસે હત્યારા ‘સીઝર ઓલલ્ડે’ને એક ઘરની અંદર બેરિકેડ કરતા સમયે જોયુ કે ઘણા લોકો ઘરમાં મૃત્યુ પામ્યા હતા. આ પછી પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ અધિકારી ક્રેગ બસ્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે આરોપીએ ગોળી મારીને પરિવારજનોની હત્યા કરી હતી. બાદમાં પોલીસ અધિકારીઓએ ઓલ્ડેને આત્મસમર્પણ કરવા સમજાવ્યો હતો અને ત્યાર બાદ તેણે આત્મસમર્પણ કર્યુ હતું.
પોલીસે આગળની તપાસ હાથ ધરી
આ ઘટનામાં આરોપીના માતા-પિતા રુબેન ઓલલ્ડે અને એડા ગાર્સિયા, તેની મોટી બહેન લિસ્બેટ ઓલેડે અને નાના ભાઈ ઓલિવર ઓલેડેના મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઘરના ફ્લોર પર કારતુસ મળી આવ્યા હતા અને ઘરમાં ઘણી જગ્યાએ સપાટી પર લોહીના છાંટા જોવા મળ્યા હતા. હાલ પોલીસ હત્યાના અન્ય કારણો પર પણ તપાસ રહી છે.
આ પણ વાંચો: શું ભારત ‘નાટો પ્લસ’નું બનશે સભ્ય? અમેરિકન સંસદીય સમિતિએ ભારત માટે કરી ભલામણ