રાજસ્થાનના આ સમગ્ર ગામે કર્યુ ધર્મ પરિવર્તન, ચર્ચને બનાવી દીધું મંદિર

જયપુર, તા. 9 માર્ચ, 2025: મધ્ય પ્રદેશ સરકાર જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા પર ફાંસીનો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે, જ્યારે બીજી તરફ મધ્ય પ્રદેશને અડીને આવેલા રાજસ્થાનના એક ગામમાં લોકોએ ખ્રિસ્તીમાંથી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. ગાંગડ તલાઈ પંચાયત સમિતિ અંતર્ગત આવતા આ ગામનું નામ સોઢલા દૂદા છે.
શું છે સમગ્ર મામલો
આ ગામમાં 30 વર્ષ પહેલા આશરે 40-45 હિન્દુ પરિવારોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. જેમાંના એક વ્યક્તિ તેમના પરિવારની સારવાર માટે ખ્રિસ્તી સમુદાય દ્વારા પૈસાની લાલાચ આપવામાં આવ્યા બાદ ધર્મ પરિવર્તન કર્યું હતું. આ વ્યક્તિ અને તેમના પરિવાર સહિત લગભગ 45-45 પરિવારોએ ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.
આ યુવકે કહ્યું, પહેલા તે ખ્રિસ્તી હતો પરંતુ હવે પોતાની મરજીથી હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. ખ્રિસ્તી સમુદાયે પૈસાની લાલચ આપી હતી અને ચર્ચ બનાવવા માટે ગુજરાતના દાહોદથી ખ્રિસ્તી પરિવાર અહીંયા આવ્યો હતો. આ યુવકે હવે તેના ગામમાં ભૈરવ ધામ બનાવવાનો નિર્ણય કર્યો છે. મંદિરમાં હિન્દુ રીત રિવાજ મુજબ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
આ નિર્ણય પ્રયાગરાજમાં સંપન્ન થયેલા મહાકુંભથી પ્રભાવિત થઈને લેવામાં આવ્યો છે. ચર્ચમાં પાદરીનું કામ કરતાં યુવકે કહ્યું, હિન્દુ ધર્મમાં વાપસી કરવાથી ખુબ ખુશ છું. ગામના લોકોએ વર્ષો પહેલા ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. હવે ફરીથી હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. ગામમાં આવેલા ચર્ચને મંદિરનું રૂપ આપી રહ્યા છીએ.
તેણે કહ્યું કે, ગામના લોકો હવે જાગૃત થઈ રહ્યા છે અને ધર્માંતરણ પાછળ રૂપિયાનો ખેલ હતો તે સમજી ગયા છે. અમારા બાળકોને પણ અહીંયાથી આંધ્ર પ્રદેશ લઈ જઈને લગ્ન કરાવવામાં આવતા હતા. ખ્રિસ્તી સમાજના એક વ્યક્તિએ તેને ફોન કરીને ખોટું કરી રહ્યો હોવાનું કહ્યું હતું. પરંતુ તે કોઈપણ પ્રકારના દબાણમાં ન આવ્યો અને પોતાની સ્થિતિ પર અડગ રહ્યો. જો ખ્રિસ્તી સમાજ તરફથી કોઈ અડચણ ઉભી કરવામાં આવશે તો તે કાનૂનની મદદ લેશે.
વર્ષો પહેલાં ખ્રિસ્તી મિશનરીના પ્રલોભનના કારણે ગામ લોકોએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. પરંતુ પ્રયાગરાજમાં થયેલા મહાકુંભના કારણે અમારા મનમાં સનાતન પ્રત્યે વિશ્વાસ જાગ્યો. અમારા ગામના ઘણા લોકો હિન્દુ ધર્મ અપનાવી રહ્યા છીએ. અમારા આ સંકલ્પથી પ્રેરણા લઈને આસપાસના ગામલોકો પણ હિન્દુ ધર્મ અપનાવી શકે છે તેઓ ફરી એક વખત સનાતન તરફ વાપસી કરશે. હાલ અમે ચર્ચનું મંદિર બનાવી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકા જગત મંદિરનાં સમયમાં ફેરફાર