અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

આમ આદમી પાર્ટીને તોડવા માટે પાર્ટીના તમામ ટોચના નેતાઓની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે: AAP

Text To Speech

અમદાવાદ 29 જૂન 2024 : અમદાવાદ શહેરના નવરંગપુરા ખાતે આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ‘આપ’ અમદાવાદ શહેર સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું, પરંતુ વિરોધ પ્રવેશને મંજૂરી ન હોવાથી પોલીસ દ્વારા આપ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

કેજરીવાલની ખોટા કેસોમાં ધરપકડ કરાઇ: ઇસુદાન

આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી એચડી ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઇડી અને સીબીઆઇ દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે, તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર સંગઠન દ્વારા અમદાવાદ બાટા સર્કલ, આશ્રમ રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે પોલીસે આમ આદમી પાર્ટીના તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

ભાજપ કેજરીવાલ સહિતની પાર્ટીને તોડવા માંગે છે:AAP

આપ યુવા પ્રમુખ કુલદીપ ભટ્ટે જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટીને તોડી નાખવા માટે આમ આદમી પાર્ટીના તમામ ટોચના નેતાઓની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા જ અરવિંદ કેજરીવાલ પર એક આરોપીના બયાન પર ગંભીર અને બેબુનિયાદ આરોપો લગાવીને તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા લગભગ તેમના જામીન મંજૂર થવાના હતા, ત્યારે સીબીઆઇએ પણ આ બનાવટી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી આના પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સીબીઆઇ અને ઇડીનો દુરુપયોગ કરીને અરવિંદ કેજરીવાલ સહિતની પાર્ટીને તોડવા માંગે છે, પરંતુ આજે આમ આદમી પાર્ટીના અમદાવાદ સંગઠનને એક મજબૂત વિરોધ પ્રદર્શન કરીને જણાવી દીધું કે ભાજપના કોઈપણ ષડયંત્રથી આમ આદમી પાર્ટી તૂટવાની નથી અને ઝુકવાની નથી.

આ પણ વાંચો :  દારૂ કૌભાંડ: CBIની અરજી મંજૂર, કેજરીવાલને વધુ 14 દિવસ રહેવું પડશે તિહાર જેલમાં

Back to top button