ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

પુરી-શાક વાળાની આટલી બધી આવક! GSTના દરોડામાં લાખોની કરચોરી ઝડપાઈ

Text To Speech
  • ઉત્તરપ્રદેશના કર વિભાગે ગાઝિયાબાદના પુરી-શાખ વાળાને ત્યાં પાડ્યા દરોડા
  • GST ટીમ લગભગ એક મહિનાથી AI ટૂલ્સ દ્વારા રાખી રહી હતી નજર
  • ‘સૈયાં જી પુરી વાલે’ ના ત્યાથી  17.85 લાખ રુપિયાની કરચોરી પકડાઈ

ગાઝિયાબાદ, 01 જૂન: દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના માલીવાડા ચોક ખાતે શહેરના પ્રખ્યાત ‘સૈયાં જી પુરી વાલે’ ના ત્યાંથી રાજ્યના કર વિભાગે 17.85 લાખ રુપિયાની કરચોરી પકડી પાડી છે. GST ટીમ લગભગ એક મહિનાથી AI ટૂલ્સથી અહીં નજર રાખી રહી હતી, ત્યારબાદ ગુરુવારે (30 મે) દુકાન અને ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી.

રાજ્ય કર વિભાગના એડિશનલ કમિશનર ગ્રેડ-1 દિનેશ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે કમ્પાઉન્ડ સ્કીમની તપાસ માટે એસઓપી જારી કરવામાં આવી છે. એસઓપીની સૂચનાઓને અનુસરીને અને AI ટૂલ્સનો ઉપયોગ કરીને, માલીવાડામાં કામ કરતી ફર્મ સૈયા જી પુરીવાલેને તપાસ માટે ઓળખવામાં આવી હતી. લગભગ એક મહિના સુધી તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે કંપની સૈય્યા જી પુરીવાલે દ્વારા કમ્પાઉન્ડ સ્કીમમાં નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

10 કલાક સુધી ચાલી તપાસ

GST પોર્ટલ પર ડેટા વિશ્લેષણ કર્યા પછી વિભાગની વિશેષ સંશોધન શાખા દ્વારા પેઢીની તપાસ હાથ ધરવામાં આવી હતી. ડેટા વિશ્લેષણમાં જોવા મળેલી ખામીઓના આધારે SIBએ પેઢી પર દરોડા પાડ્યા હતા. ગુરુવારે આઠ અધિકારીઓની ટીમે સૈય્યા જી પુરી વાલાની જગ્યા પર દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. લગભગ દસ કલાક સુધી આ તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પેઢીમાંથી કાચો અને ઉત્પાદિત માલ મળી આવ્યો હતો. આમ, પેઢી મૂળભૂત રીતે રેસ્ટોરન્ટ તરીકે કામ કરતી હતી, જ્યારે ફૂડ તૈયારી હેઠળ જીએસટીમાં નોંધણી કરાવીને, પેઢી કમ્પાઉન્ડ યોજનાની આડમાં સરકારને ઓછો ટેક્સ ચૂકવતી હતી. દરોડા બાદ SIBની ટીમે 17.85 લાખ રૂપિયાની કરચોરી પકડી પાડી છે.

આ પણ વાંચો: સરકારી કર્મચારીઓને ગ્રેચ્યુઇટીમાં કેન્દ્રએ આપી રાહત

Back to top button