ચીનમાં કોરોનાનો કહેર સામે આવતા મોંઘવારી અને મંદીનો સામનો કરી રહેલી દુનિયા ફરી એક વાર ચિંતામાં સપડાઇ ગઇ છે. ચીનથી આવી રહેલા સમાચારો મુજબ ત્યાંની પરિસ્થિતિ ભારતમાં કોરોનાની સેકન્ડ વેવ વખતે સર્જાયેલી ભયાનકતા જેવી છે. આવા સંજોગોમોાં એક વાર ફરી જવાઓની બાબતમાં દુનિયાભરની નજર ભારત પર ટકેલી છે. સસ્તી કિંમતો પર દવાઓનું ઉત્પાદન કરવાના કારણે ભારતને દુનિયાનું દવાખાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે ભારતમાંથી દવાઓ માત્ર આફ્રિકાના ગરીબ દેશોને જ મોકલાતી નથી, પરંતુ અમેરિકા અને યુરોપ જેવા સંપન્ન દેશોમાં પણ દવાઓ એક્સપોર્ટ થાય છે.
જેનેરિક દવાઓ માટે ભારત પર ભરોસો
ભારતમાંથી આફ્રિકામાં જેનેરિક દવાઓની કુલ ડિમાન્ડના લગભગ અડધા ભાગ જેટલી દવાઓ તો ભારતમાંથી સપ્લાય થાય છે. અમેરિકાને જેનેરિક દવાઓનો 40 ટકા અને બ્રિટનને 25 ટકા દવાઓ ભારત સપ્લાય કરે છે. જે વેક્સિને ભારત સહિત દુનિયાભરના દેશોને કોરોના સામે લડવામાં મદદ કરી, તે રીતે તમામ બીજી બિમારીઓ માટે ભારતમાંથી વેક્સિન સપ્લાય કરવામાં આવે છે. જરૂરી વેક્સિનેશન યોજનાઓ માટે ભારત લગભગ 60 ટકા વૈશ્વિક વેક્સિનનો સપ્લાય કરે છે. WHOની જરૂરી વેક્સિનેશન યોજનાઓ માટે 70 ટકા વેક્સિનનું ઉત્પાદન ભારતમાં થાય છે. આવા સંજોગોમાં ભારત દવાઓના મોરચે ખુદની સાથે સાથે દુનિયાભરની મદદ કરવામાં સક્ષમ છે.
દવાઓની સામગ્રી માટે ભારત ચીનના ભરોસે
ચીનમાં વધી રહેલા કોરોના સંક્રમણની અસર ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રી પર પડવા લાગ્યો છે. ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રી સક્રિય દવા સામગ્રી અને જથ્થાબંધ દવાઓ માટે ચીનના ભરોસે છે. ચીનમાં કોરોનાના વધતા કેસના લીધે આ પ્રોડક્ટ્સના ભાવ વધવા નક્કી છે. છેલ્લા થોડા દિવસોમાં દવા સામગ્રીના ભાવ 12થી 25 ટકા વધ્યા છે. આવા સંજોગોમાં એક ડર એ પણ છે કે સપ્લાય ચેન પર બ્રેક લાગી શકે છે, જેનાથી માર્જિન ઘટશે અને દવાઓના ભાવ પણ વધશે.
જરૂરી દવાઓના ભાવ વધવાનુ નક્કી
કોરોના સાથે ચીની ન્યુ યર દરમિયાન પણ જાન્યુઆરીમાં ચીનથી આવતો સપ્લાય અનિયમિત બનતો હોય છે. પહેલા કોરોના વિસ્ફોટના લીધે સપ્લાયમાં રુકાવટ આવી. ભારતમાં જૈવિક રસાયણોની આયાત 2021-22માં 39 ટકા વધીને સાડા 12 અબજ ડોલર થઇ ગઇ. આ દવાઓને બનાવવામાં કામ આવનાર કાચા માલ માટે આપણી ચીન પર નિર્ભરતાનો પુરાવો છે. સન ફાર્મા, લ્યુપિન, ગ્લેનમાર્ક, મેનકાઇન્ડ, ડો રેડ્ડીઝ, ટોરેન્ટ જેવી ઘરેલુ કંપનીઓ મેન્યુફેક્ચરિંગ માટે ચીનથી આયાત પર નિર્ભર છે. જોકે હાલત બગડવાનું મોટુ કારણ પહેલા ઝીરો કોવિડ પોલીસી હેઠલ ચીનમાં પ્રોડક્શનમાં ઘટાડો થયો હતો અને હવે કોવિડની નવી લહેરના લીધે તેમાં ઘટાડો થયો છે. ચીનમાં જો આ જ હાલત રહી તો આગામી થોડા મહિના ભારતીય ફાર્મા જગત માટે અતિશય મુશ્કેલીભર્યા સાબિત થઇ શકે છે.
આ પણ વાંચોઃ શું 1લી જાન્યુઆરીથી 1000 રુપિયાની નવી નોટો આવશે બજારમાં ? 2000ની નોટો ખેંચાશે પાછી ?