ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

ઉદયપુરમાં આજે એક ‘રીલ-પરી’ પરિણીતીનું રાજકારણી સાથે રીયલ લાઇફ જોડાણ

રાઘવની દુલ્હન બનવા તૈયાર છે પરિણીતી

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા આજે લગ્નગ્રંથીથી જોડાશે. ચાલુ વર્ષના આ હાઈપ્રોફાઇલ લગ્નમાં હાજરી આપવા માટે છેલ્લા બે દિવસથી દેશભરમાંથી મોટી સંખ્યામાં સેલિબ્રિટી ઉદયપુર પહોંચી રહ્યા છે. આ ભવ્ય લગ્ન સમારંભમાં હાજરી આપવા અત્યાર સુધી પહોંચેલા મહાનુભાવોમાં સાનિયા મિર્ઝા, મનીષ મલ્હોત્રા, કારણ જોહર, ક્રિકેટર હરભજન સિંહ પણ જોવ મળી શકે છે, તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જે લગ્ન માટે ઉદયપુરમાં જ છે.

ટીમ ગ્રૂમ અને ટીમ બ્રાઈડના મહેમાનો માટે સજાવવામાં આવેલા એરપોર્ટ પર શુક્રવારે વરરાજા અને દુલ્હનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાઘવ -પરિણીતી-humdekhengenews

આ અગાઉ, નવી દિલ્હીમાં ગયા અઠવાડિયે પ્રી-વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. રાઘવના નિવાસસ્થાને એક અરદાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક સૂફી રાત્રિ હતી જેમાં મહેમાનોની યાદીમાં નો સમાવેશ થતો હતો.

સાથે જ, તાજ હોટલમા 22 સપ્ટેમ્બરનની સાંજે મહેંદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે, સવારે હલ્દી સમારોહ યોજાયો હતો, ત્યારબાદ સ્વાગત લંચ અને પછી રાત્રે 90 ના દાયકાની થીમ આધારિત સંગીત રાખવામાં આવ્યું હતું.

લગ્ન સ્થળ લીલા પેલેસ હોટેલ છે, ત્યાં જવા માટે રાઘવ ચઢ્ઢા તેની દુલ્હન પરિણીતી ચોપરા સાથે બોટ દ્વારા લીલા પેલેસ પહોંચશે. તેમજ હોડીની સજાવટમાં પણ તમને મેવાડની સંસ્કૃતિ જોવા મળશે.

પરિણીતી-રાઘવ ચઢ્ઢાએ તેમના લગ્ન માટે શાહી મહેલ કેમ પસંદ કર્યો?

આ લગ્ન એક ભવ્ય મહેલમાં થવા જઈ રહ્યા છે. પરિણીતી અને રાઘવે ઉદયપુરના લીલા પેલેસને તેમના લગ્ન સ્થળ તરીકે કેમ પસંદ કર્યો છે, તેની પાછળનું કારણ એ છે કે આ સ્થળ પ્રકૃતિની ગોદમાં છે. આ હોટેલ ચારે બાજુથી પિચોલા તળાવ અને અરવલીના પર્વતોથી ઘેરાયેલી છે. આ હોટેલના મહારાજા અને રોયલ સ્યુટ્સ સૌથી ખાસ છે. આ બંને સ્યુટ એટલા મોટા છે કે તેમની સમાન બંગલો બનાવી શકાય છે.લીલા પેલેસ હોટેલના સ્યુટમાંથી તળાવ, હોટેલ તાજ અને સિટી પેલેસ જોઈ શકાય છે. વર-કન્યા સિવાય મહેમાનો માટે બુક કરાયેલા સ્યુટ પણ ખૂબ જ સુંદર શૈલીમાં બનાવવામાં આવ્યા છે. આ હોટેલમાં લગ્નના ત્રણ ખાસ સ્થળો છે. મેવાડ, મેવાડ ટેરિસ અને મારવાડ જેમાં પણ લગ્નની વિધિઓ થશે.આ હોટેલના રૂમને 8 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.મહારાજા, રોયલ, ડુપ્લેક્સ, ગ્રાન્ડ હેરિટેજ લેક વ્યૂ અને ગ્રાન્ડ હેરિટેજ ગાર્ડન વ્યૂ.

લીલા પેલેસ- humdekhengenews

 

આ સાથે રાઘવ અને પરિણીતીના લગ્નની વિધિનો સમય વિશે પણ જણાવીએ.

24 સપ્ટેમ્બર 2023

• રાઘવ ચઢ્ઢાની સેહરા બંદી બપોરે 1 વાગ્યે

• સરઘસ – બપોરે 2 વાગ્યે

• જયમાલા બપોરે 3:30 કલાકે

• ફેરા – 4 વાગ્યા

• વિદાય – સાંજે 6:30 કલાકે

• સ્વાગત  – રાત્રે 8:30 કલાકે

પણ આ તમામ વચ્ચે બોલીવૂડના ફેન્સને નિરાશ કરતો અહેવાલ સામે આવ્યો છે કે પરિણીતીની કઝિન અને બોલીવૂડ આઈકન પ્રિયંકા ચોપરા આ લગ્નમાં કદાચ હાજરી નહિ આપી શકે. અહેવાલ અનુસાર દેશી ગર્લ ૨૩ સપ્ટેમ્બરે ભારત આવવાની હતી. પણ હવે વર્ક કમિટમેન્ટ્સને કારણે પ્રિયંકાનું ભારત આવવું શક્ય બની શકે તેમ નથી, જો કે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક અન્ય અહેવાલ મુજબ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, નિક જોનાસના ભાઈના ચાલી રહેલા છૂટાછેડાના વિખવાદને કારણે પણ પ્રિયંકા લગ્નમાં સામેલ થવા ભારત નહિ આવી શકે. સાથેજ, પ્રિયંકાએ પોતાના સોશિયલ મીડિયા પર પરિણીતી અને રાઘવ માટે એક પોસ્ટ કરી છે. પોતાની બહેનનો ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું છે – મને આશા છે કે તું અત્યંત ખુશ અને સંતુષ્ટ હશે. મારી પ્રાર્થના છે કે તને ખૂબ પ્રેમ મળે.

પરિણીતી કઝિન-humdekhengenews

આ પણ વાંચો : અનિલ કપૂરે પોતાના અવાજ, ચહેરાનો દૂરુપયોગ અટકાવવા કોર્ટમાં અપીલ દાખલ કરી

Back to top button