ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાને મજબૂત સમર્થન આપવા બદલ ગૌતમ ગંભીરની ચારેતરફ પ્રશંસા

Text To Speech

નવી દિલ્હીઃ વર્લ્ડકપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ ત્રીજી વખત વર્લ્ડ કપ જીતવાનું સપનું રોળાયું છે. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ક્રિકેટના કરોડો ચાહકો સાથે ભારતીય ટીમના ખેલાડીઓનું મનોબળ તુટી છે. એવામાં ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે જે અત્યારે વાયરલ થયું છે. વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન કોમેન્ટ્રી પેનલનો ભાગ ન હોવા છતાં, ગંભીરે ટીમના પ્રદર્શન પર પોતાના મંતવ્યો શેર કર્યા છે.

ગંભીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બોલતા, ચેમ્પિયન ટીમ તરીકે ભારતીય ટીમની પ્રશંસા કરી અને ખેલાડીઓને નિષ્ફળતા છતાં માથું ઊંચું રાખવા માટે પ્રોત્સાહિત કર્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.

  • ટીમ ઈન્ડિયાને મજબૂત સમર્થન આપતાં લોકો ગૌતમ ગંભીરની પ્રશંસા કરી રહ્યા છે.

 

નોંધનીય છે કે, ગંભીર વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાજર ન હતો, કારણ કે તે દિલ્હીમાં છઠ પૂજાની ઉજવણી કરી રહ્યો હતો. ગંભીર હાલમાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ઇન્ડિયા કેપિટલ્સની આગેવાની કરી રહ્યો છે, તેણે તાજેતરમાં ભીલવાડા કિંગ્સ સામે 63 રનની ઇનિંગ રમી હતી, જોકે તેની ટીમ આખરે હારી ગઈ હતી.

આ પણ વાંચો: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને ફાઈનલમાં આમંત્રણ ન મળતાં રાજકારણ ગરમાયું

Back to top button