ટોપ ન્યૂઝનેશનલ

બિહારમાં 23 જૂને સર્વપક્ષીય બેઠક; રાહુલ-કેજરીવાલ-મમતા સહિતના નેતા શું કરશે ચર્ચા?

પટણા: બિહારના ઉપમુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બુધવારે એક પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન જણાવ્યું છે કે આગામી 23 જૂને પટણામાં વિપક્ષી પાર્ટીના ટોચના નેતાઓની મુલાકાત થશે.

તેજસ્વી યાદવે જણાવ્યું કે આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી પણ સામેલ થશે.

તો બીજી તરફ જેડીયૂ અધ્યક્ષ લલન સિંહે જણાવ્યું કે આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, તમિલનાડૂ સીએમ એમકે સ્ટાલિન, ઝારખંડ સીએમ હેમંત સોરેન, સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ, એનસીપી સુપ્રીમો શરદ યાદવ પવાર અને શિવ સેના (ઉદ્ધવ પાર્ટી) ચીફ ઉદ્ધવ ઠાકરે પણ સામેલ થશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આ બેઠક પહેલા 12 જૂને થવાની હતી પરંતુ કોંગ્રેસ અને ડીએમકેને સમય ફાળવવામાં મુશ્કેલી ઉભી થઈ રહી હતી. તેથી આ બેઠકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બિહારમાં કોંગ્રેસની કમાન સંભાળી રહેલા અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે આ મીટિંગમાં પાર્ટીનું પ્રતિનિધિત્વ એક મુખ્યમંત્રી અને પાર્ટીના ટોચના નેતા કરશે.

Brij Bhushan Singhના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 180 લોકોની કરાઈ પૂછપરછ, શું કહ્યું SITએ?

આ મીટિંગના સૂત્રધાર નીતિશ કુમાર ઈચ્છે છે કે બેઠકમાં બધા પાર્ટીના નેતા સામેલ થાય. કેટલાક દિવસો પહેલા નીતિશ કુમારે આ અંગે મીડિયા સાથે વાત કરી હતી.

તે પછી કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલ તરફથી કરેલા ટ્વિટમાં જાણકારી આપવામાં આવી કે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગે આ બેઠકમાં સામેલ થશે. આ બેઠકની પહેલ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી તરફથી પાછલા એપ્રિલમાં કરવામાં આવી હતી.

નીતિશ કુમાર સાથેની મુલાકાત બાદ તેમણે કહ્યું હતું કે, “મેં નીતીશજીને માત્ર એક વિનંતી કરી છે. જયપ્રકાશ જીનું આંદોલન બિહારથી શરૂ થયું હતું. જો અમે બિહારમાં સર્વપક્ષીય બેઠક યોજીએ તો આપણે નક્કી કરી શકીએ કે આપણે આગળ ક્યાં જવું છે. આપણે તેમને આ સંદેશ આપવાનો છે કે આપણે એક છીએ. હું ઈચ્છું છું કે ભાજપ શૂન્ય પર સમેટાઇ જાય.તેઓ મીડિયાના સમર્થન અને જુઠ્ઠાણાથી મોટા નાયક બની ગયા છે.”

તેમણે કહ્યું કે દેશમાં વર્તમાન સમયમાં અઘોષિત ઈમરજન્સી લાગુ છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે ભાજપને રોકવા માટે વિપક્ષી પાર્ટીઓને સાથે લાવવાના પ્રયાસો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે દેશની વર્તમાન પરિસ્થિતિમાં લોકશાહી પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને બંધારણ સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.આવી સ્થિતિમાં ભાજપને હટાવવા માટે અમે સાથે બેસીને આગળની રણનીતિ બનાવીશું.

આ પણ વાંચો- Breaking News: ‘બિપરજોય’ પાકિસ્તાન તરફ ફંટાશે! શું કહ્યુ હવામાન વિભાગે?

Back to top button