ગુજરાત

GTUની 425 કોલેજોમાં શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા ઇન્સપેક્શન થશે, સુવિધાનો અભાવ હશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે

Text To Speech

રાજ્યમાં એન્જિનિયરિંગ કોલેજોમાં સંખ્યા મળતી નથી છતાં મોટા પ્રમાણમાં એન્જિનિયરિંગ કોલેજ ખુલી છે ત્યારે આ કોલજોમાં ક્વોલિટી એજ્યુકેશન ન જળવાતું હોવાનું સામે આવી છે. પરંતુ એજ્યુકેશન બાબતે કોલેજોમાં ચાલતી આવી લોલમલોલ હવેથી નહીં ચાલે. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રિન્સિપાલથી લઇને સ્ટાફ અને સુવિધાઓનો અભાવ હશે તો સરકાર બિલકુલ નહીં ચલાવી લે. GTU દ્વારા શૈક્ષણિક ગુણવત્તા ચકાસવા રાજયની 425 કોલેજોમાં ઇન્સ્પેકશન હાથ ધરાશે.

તમામ સ્ટાફને ફરજિયાત હાજર રહેવું પડશે
રાજ્યની ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય સુધરે તે માટે જીટીયુ એક્શનમાં આવી છે. આ ઇન્સપેક્શન દરમિયાન દરેક કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ફરજિયાત હાજર રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ ઈન્સ્પેકશન માટે GTU દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. એન્જિનિયરિંગ કોલેજોની સુવિધાઓ એક્સપર્ટ કમિટી તપાસ કરશે. આચાર્ય નહીં હોય તેવી કોલેજોને દંડ ફટકારવામાં આવશે. યોગ્ય સુવિધા ન ધરાવતી કોલેજો સામે એફિલેશન રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

સિનિયર અધ્યાપકો વેરિફિકેશન માટે જશેઃ VC
આ અંગે GTUના વાઇસ ચાન્સેલર પ્રોફેસર નવીન શેઠએ જણાવ્યું કે, ‘GTU રાજ્યની સૌથી મોટી ટેકનોલોજિકલ યુનિવર્સિટી છે. દર વર્ષે કોલેજો પાસે સેલ્ફ ડિક્લોઝન એટલે કે કોલેજો પોતે જ બધી વિગતો ભરીને આપે છે. પછી અમે તે કોલેજનું ઈન્સ્પેકશન કરતા હોઈએ છીએ. છેલ્લા બે વર્ષથી જ્યાં ઈન્સ્પેકશન થયા નથી જે કોલેજ એક્રિડિયેટેડ નથી ત્યાં સૌથી પહેલા ઈન્સ્પેકશન કરવામાં આવશે. અત્યારે 427માંથી 250 જેટલી કોલેજોનું ઈન્સ્પેકશન થશે. સેલ્ફ ડિસ્ક્લોઝરમાં જે લખ્યું છે તેનું અમારી ટીમ ત્યાં જઈ વેરિફિકેશન કરશે. સિનિયર અધ્યાપકો આ વેરિફિકેશન માટે જશે. ત્યારબાદ તેનો રિપોર્ટ તૈયાર થશે જે ડીન કમિટી સમક્ષ મૂકવામાં આવશે. રિપોર્ટ અનુસાર જે કઈ ડીન કમિટી સૂચવશે તે અનુસાર અમે પગલાં લઈશું. અમે સૂચના આપી છે કે, ઇન્સ્પેકશનના દિવસે તમામ અધ્યાકોને હાજર રહેવા આદેશ કર્યો છે. હાજરી સહિતના ડોક્યુમેન્ટની પૂર્ણ ચકાસણી કરવાં આવશે. તમામ મુદ્દે ચકાસણી કરશે અને ખાસકરીને જ્યાં આચાર્ય નહીં હોય તેની સામે અમે કડક પગલાં ભરીશું.

Back to top button