જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર હથિયારધારી વ્યક્તિએ કર્યો ગોળીબાર, બધી ફ્લાઇટ્સ રદ
- હેમ્બર્ગ એરપોર્ટના મેદાનમાં હથિયારધારી વ્યક્તિ બેરિયરમાંથી કાર લઈને પ્રવેશ્યો
- વ્યક્તિએ એરપોર્ટ પર પોતાના હથિયારથી હવામાં બે વખત કર્યું ફાયરિંગ
- એરપોર્ટ પર ફાયરિંગ થતાં એરપોર્ટ પરની બધી ફ્લાઇટ્સ રદ કરાઇ
જર્મની : જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર એક હથિયારધારી વ્યક્તિએ હંગામો મચાવ્યો હતો. હથિયારધારી વ્યક્તિએ એરપોર્ટ પર શનિવારે મોડી સાંજે એક પછી એક બે ગોળીબાર કર્યા હતા. આ ઘટના બાદ એરપોર્ટ મેનેજમેન્ટે તમામ ફ્લાઈટ્સનું ટેકઓફ અને લેન્ડિંગ કેન્સલ કરી દીધું હતું. હેમ્બર્ગ એરપોર્ટના મેદાનમાં એક હથિયારધારી વ્યક્તિ બેરિયરમાંથી કાર લઈને પ્રવેશ્યો હતો. તેણે પોતાના હથિયારથી હવામાં બે વખત ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો. મુસાફરો પોતાનો સામાન લઈને અહીંથી ત્યાં દોડવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર હથિયારધરી વ્યક્તિ દ્વારા હવામાં બે વખત ફાયરિંગ કરવામાં આવતાં એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો.
ફાયરિંગ કરનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરવામાં આવી
પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે એરપોર્ટને ઘેરી લીધું અને ગોળીબાર કરનાર વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, એરપોર્ટ પરથી ઓપરેટ થતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે કે, “આ ઘટનાથી પ્રભાવિત કોઈપણ મુસાફરો સીધો એરલાઈનનો સંપર્ક કરી શકે છે.”
+++UPDATE+++
Aufgrund einer polizeilichen Maßnahme auf dem Vorfeld des Hamburger Flughafens finden am heutigen 4. November keine Starts und Landungen mehr statt. Alle betroffenen Passagiere wenden sich bitte direkt an die Fluggesellschaft. pic.twitter.com/qGPe9OYmI0— Hamburg Airport 🕊 (@HamburgAirport) November 4, 2023
🚨🚨🚨#UPDATE #WATCH : The police action continues. The Hamburg airport is still cordoned off over a large area and cannot be reached.
Individual morning flights have already been canceled.#HamburgAirport #Hamburg #Airport #Germancity #Germany #Breaking #Hostage #Shooter… pic.twitter.com/pDdVuR6kod
— upuknews (@upuknews1) November 5, 2023
ફ્લાઇટ્સના ટેકઓફ અને લેન્ડિંગ પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ
ફાયરિંગની આ ઘટના બાદ પોલીસનું કહેવું છે કે, “આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં ટેકઓફ અને લેન્ડિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, “આ ઘટના જર્મન સમય મુજબ રાત્રે 8 વાગ્યે (ભારતીય સમય મુજબ 12.30 વાગ્યે) બની હતી. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે, “ફાયરિંગ કર્યા બાદ વ્યક્તિએ કારમાંથી બે સળગતી બોટલો પણ ફેંકી દીધી હતી.” પોલીસનું કહેવું છે કે, “કારની અંદર એક બાળક પણ હતું.”
⚡️🇩🇪 DEVELOPING HOSTAGE CRISIS at HAMBURG AIRPORT IN GERMANY!
Bild reports a GUNMAN is holding TWO CHILDREN HOSTAGE and has FIRED MULTIPLE SHOTS TOWARD the airport from his vehicle.
Gunman also allegedly STARTED FIRES in airport vicinity.
ALL air traffic has been SUSPENDED! pic.twitter.com/Ug2jeAMrq9
— Zagonel (@Zagonel85) November 4, 2023
આ પણ જુઓ :કેનેડાને મોદી સરકારનો કડક સંદેશ: સંઘર્ષથી તમને જ નુકશાન, અમને નહિ પડે ફર્ક